________________
આપ્તવાણી-ર
૫૩
પ૪
આપ્તવાણી-૨
ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રહ્યા કરે, ઠેઠ સુધી રહ્યા કરે. અને “અક્રમ માર્ગમાં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, ‘તન્મયાકાર’ થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને ‘અમે’ તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધું ય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય. - લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે, પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગદ્વેષ છે. ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા ! આપણા શરીરમાં ઇલેકટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબકપણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, “હું ખેંચાયો !” તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ?
ક્રોધ, માન, માયા, લોભ ‘અમે” સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે કયારે ય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. ‘જગ્યા’ છોડવાથી જ ડખો થાય. પોતાની જગ્યા’ ના છોડવી જોઇએ. ‘પોતાની જગ્યા’ છોડવાથી નુકસાન કેટલું છે કે “પોતાનું સુખ” અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ ‘અમે’ આપેલો આત્મા જરા ય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે. પ્રતીતિ રુપે !
આ “જ્ઞાન” આપ્યા પછી તાંતો ગયો, તંત ગયો. તાંતાને જ ક્રોધ, માયા, માન, લોભ કહે છે. જેનો તાંતો ગયો તેનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ગયું ! કારણ અમે એનો આધાર જ કાઢી લઇએ છીએ. એટલે એ બધાં નિરાધાર થઈ જાય છે. ભગવાન શું કહે છે કે જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર જગત ઊભું રહ્યું છે. ક્રિયાઓ સારી છે કે ખોટી ? તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારી ય નથી કે
ખોટી ય નથી. પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ. પણ એ સુટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી, માટે તેના આધાર કાઢી નાખ તો એ સુટેવો ને કુટેવો એની મળે ખરીને પડી જશે.’ આ જગતના લોકો સુટેવોને આધાર આપ આપ કરે છે ને કુટેવોને કાઢ કાઢ કરે છે, એટલે આધાર તો રહ્યો જ. અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. અને આ સંસારમાં તો અનંત ચીજો છે. તે “પોતે' ના ખસે તો એક એક ચીજને કયારે ખસેડે ? પણ આધાર ગયો તો બધું જ ગયું. ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો. આ ‘નિશ્ચય'માં પણ એવું જ છે. આ સંસારમાં વાળે વાળે લોચ કરે તો ય કશું વળે એવું નથી. અનંતી ચીજો છે. તો એના કરતાં તું જ ખસી જા ને ! પછી માથે રાન હોય કે વેરાન હોય તો ય તેનો શો વાંધો ?
આ ‘અક્રમ માર્ગ'માં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે. એટલે હું કયાં તમને કશું છોડવાનું કહું છું? ‘ક્રમિક'માં “જ્ઞાની પુરુષ’ આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે ! ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે. નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો. ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઇ ગયો ને અહંકાર ને મમતાનો ત્યાગ થઇ ગયો. ને કામ થઇ ગયું ! નહીં લોચ કે નહીં તપ-ત્યાગ કે ઉપવાસ ! ‘ક્રમિક માર્ગ'માં પોતે તપનો આધાર થાય છે ! તે તેમાં ‘હું' ને ‘શુદ્ધાત્મા’ જુદા હોય. કો'કે એમનાં શાસ્ત્રનાં પાનાં ફાડી નાખ્યા હોય તો તેમને મહીં ખેદ થાય કે, આ મારા ચોપડા ફાડી નાખ્યા ! બહાર તો, જાહેરમાં તો “જ્ઞાની' હોય તેવું પદ રાખે. પણ મહીં “હું” પણું સૂક્ષ્મપણે વર્યા કરે. તેમનામાં “હું” ને “શુદ્ધાત્મા’ જુદા હોય. એમને ઠેઠ સુધી ‘હું ખરો. એ ‘ક્રમિક માર્ગ’ શો છે? અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર છે તે શુદ્ધ કરવાનો હોય તેમને.
પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાનદર્શન પોતાની જાતે ના થાય, અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, ‘જ્ઞાની પુરુષ’ જોઇએ અને તે