________________
આપ્તવાણી-૨
૪૯
પ્રાણપ્રતિષ્ઠા કરે એટલે ફળ આપે. પણ આ કાળમાં પ્રાણપ્રતિષ્ઠા સાચી થતી નથી. ‘અમે’ સાચી પ્રાણપ્રતિષ્ઠા કરીએ, પણ ઉદય સિવાય ‘અમે’ કરીએ નહીં. લોકોનું કલ્યાણ થાય એટલા માટે અમે પ્રતિષ્ઠા કરીએ. લોકોને શક્તિ હોય તે પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા કરે. અને આ પ્રતિષ્ઠા કેવા ભાવ કરે છે ? કષિત ભાવે. કલુષિત ભાવ નીકળ્યા ના હોય અને પ્રાણપ્રતિષ્ઠા કરે. કલુષિત ભાવ ગજબનો મહીં હાજર હોય. સળી થાય તો ફેણ માંડે એવી પ્રતિષ્ઠા કરે તો કેવું ફળ આપે ? પ્રાણપ્રતિષ્ઠા કરવાનો કોનો અધિકાર ? જેના કલુષિત ભાવ સંપૂર્ણ નીકળી ગયા છે, એટલું જ નહીં પણ એના નિમિત્તે કોઇને ય કલુષિત ભાવ ના થાય. એ તો “પંચ પરમેષ્ઠિ'માં ગણાય છે અને એવાને હાથે પ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ. છતાં, આ ‘ના મામો હોય તેના કરતાં કાણો મામો સારો.” બાકી પ્રતિષ્ઠા તો એવી થવી જોઇએ કે મૂર્તિ બોલી ઊઠે, હસી ઊઠે ! અમે જયાં જયાં પ્રતિષ્ઠા કરીએ ત્યાં ત્યાં મૂર્તિ બોલી ઊઠે છે, હસી ઊઠે છે ! અમારી ઇચ્છા તો બહુ હોય કે બધે જ મંદિરોમાં પ્રતિષ્ઠા થાય, પણ સત્તા અમારી નહીને ? ‘વ્યવસ્થિત'ના હાથમાં બધું, એટલે અમે ઉદય પ્રમાણે કરીએ.
આ તમારી મહીં પણ ‘અમે પ્રતિષ્ઠા જ કરી છે. તેથી તો ‘હું શુદ્ધાત્મા છું' એમ બોલી ઊઠે છે ! મૂર્તિમાં પ્રતિષ્ઠા ‘જ્ઞાની પુરુષ' કરે. જડ મૂર્તિમાં ‘જ્ઞાની પુરુષ' પ્રતિષ્ઠા કરે તો પણ ફળ આપે છે, તો જીવંત મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે તો શું ફળ ના આપે ?
આ તો બધા થબાકા પાડવાના અને ભગવાને “તુંઅને “” ગાવાના અને મૂર્તિને ભજીશ તો મૂર્તિ મળશે. દેહ ઊંચો મળશે, મોટર, બંગલા મળશે; પણ જયાં સુધી અમૂર્તના દર્શન ના થાય, ‘જ્ઞાની પુરુષ' અમૂર્તનાં દર્શન ના કરાવે ત્યાં સુધી મૂર્તિની ભજના કરજે, અને જયારે અમૂર્તને ભજે ત્યારે મોક્ષ થાય. મૂર્તિ તો અનંત અવતાર ભજ ભજ કરીએ છીએ ને ? ‘જ્ઞાની પુરુષ’માં તો અમૂર્ત છે અને મૂર્તિ ય છે. ‘જ્ઞાની પુરુષ’ મૂર્તામૂર્ત છે, એટલે એમને ભજવાથી મોક્ષ થાય !
અક્રમ માર્ગ : અગિયાએ આશ્ચર્ય ! મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગ બે છે :
પ્રથમ ‘ક્રમિક માર્ગ.’ તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો ‘અક્રમ માર્ગ.’ ‘આ’ દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે ‘આ’ માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. ‘આ’ તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઇએ, તે ‘આ’ રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ.
‘ક્રમિક માર્ગ'માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ “અક્રમ માર્ગ’ તો સેફ સાઇડ માર્ગ. લિફટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ !
ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો, તેમાંથી નવ્વાણુંને તેમણે