________________
૪૨
આપ્તવાણી-૨
મૂર્તિ ધર્મ: અમૂર્ત ધર્મ પ્રશ્નકર્તા : આત્મા જગાડવા મૂર્તિની જરૂર ખરી ?
દાદાશ્રી : મૂર્તિની બહુ જરુર છે. ભગવાને ચોખ્ખું કહ્યું છે કે, સદેવ, સધર્મ ને સદ્ગુરુની જરૂર છે. પણ જયાં સુધી સમકિત થયું નથી, સાચાં સદેવ, સધર્મ ને સદ્ગુરુ પ્રાપ્ત થયા નથી, ત્યાં સુધી વ્યવહારના દેવની જરૂર છે. “સ્વરૂપ જ્ઞાન’ થયા પછી નિશ્ચયના દેવની જરુર છે. પછી કોઇ કહે કે દેવની જરુર નથી તો તે ના ચાલે. વ્યવહારના દેવ મૂર્તિ સ્વરૂપે છે, નિશ્ચયના દેવ અમૂર્ત છે.
પ્રશ્નકર્તા : મૂર્તિ આત્માનું કલ્યાણ ના કરી શકે ?
દાદાશ્રી : જયાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી મૂર્તિની પાછળ પડો. એ મૂર્તિ સમકિત સુધી લઇ જશે. મૂર્તિને તરછોડશો નહીં, કારણ કે વીતરાગોના નામ પર છે. ત્યાં વીતરાગોની સ્થાપના થયેલી છે અને મૂર્તિની પાછળ શાસન દેવલોકો રહેલા છે. - એક સ્થાનકવાસી મહારાજ મળ્યા હતા. તેમને મેં કહ્યું, “મહારાજ એક વાત કરું ? તમને ગમશે ? તમને ના ગમે એવી વાત કરું ? તમે આ ત્યાગી થયા છો તો ના ગમતી વાત સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઈ છે તમને ?” ત્યારે મહારાજે કહ્યું, “કહોને વાત ! વાતમાં શો વાંધો
છે ?”” એટલે પછી મેં મહારાજને કહ્યું, “મહારાજ, આ મુહપત્તી શા માટે રાખી છે ? કષાય ગયા પછીની ક્રિયા છે આ અને એ તો સહજ ક્રિયા છે. અને કપાય ગયા પછી તમે મૂર્તિ છોડી શકો. તમે મૂર્તિને જડ કહો છો, તે મૂર્તિને જડ કહેવાય નહીં. આ તમે બધા ય જડ જ છો ને ? ચેતનને જાણ્યું નથી, ચેતનને ઓળખતા નથી. પછી રહ્યું શું ? આ તમે ચેતન કયાં જોયું ? તે મને તમે કહો. અમૂર્તિને ઓળખ્યા નથી ત્યાં સુધી તમે ય મૂર્તિ જ છો ને ! આ નવકાર મંત્ર મૂર્તિ છે. આ તમે બોલો છો એ મૂર્તિ છે, ને તમે ય મૂર્તિ છો! ”
મૂર્તિ એ તો પરોક્ષ પ્રમાણ છે, પરોક્ષ ભજના છે. જયાં સુધી મૂર્તમાં વસ્યા છે ત્યાં સુધી મૂર્તિને ભજો. અમૂર્ત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૂર્તિને જડ કહેવાય નહીં. મૂર્તિને જડ કહેનારો વર્લ્ડમાં કોઇ પાયો નથી. એક મુસ્લિમો એકલા જ કહે છે તો ય તે એ પયગંબર સાહેબની કે બીજી બધી કબરોને પૂજે છે. એ ય મૂર્તિ જ છે ને ? કબરો એ ય મૂર્તિ જ કહેવાય. જે જે આંખે દેખાય એ બધી મૂર્તિઓ. મુસ્લિમો મૂર્તિ નથી રાખતા પણ ગોખલો રાખે છે, તે એ ય મૂર્તિ જ છે ને ? જગતમાં મૂર્ત બધું દેખાય, અમૂર્ત કશું દેખાય નહીં. મહારાજને કહ્યું કે, “તમને કયાં આગળ ચેતન દેખાય છે કે આને જડ કહો છો ? તમને ખોટું લાગતું હોય તો મહારાજ મારી વાત બંધ કરી દઉં.” ત્યારે મહારાજ કહે કે, “ના, ખોટું નથી લાગતું. પણ આ અમારો સિદ્ધાંત અમે આવો રાખ્યો છે ને !”
ત્યારે મેં કહ્યું, “મહારાજ, તમારો સિદ્ધાંત તમે રાખો, પણ લોકોને શું કરવા ઉપદેશ આપો છો આવો ? તમારો સિદ્ધાંત હોય તો તમે સ્વતંત્ર રીતે તમારી પાસે રાખો, પણ લોકોને ઉપદેશ શા માટે આપો છો ? લોકોને કંઇ રસ્તે ચઢવા દો. અનંત ચોવીશી ગઇ તો ય મૂર્તિઓ મુકાયેલી હતી પહેલીથી જ, કારણ કે બાળજીવો ક્યાં જશે ? મૂર્તિ એ બાળજીવો માટે છે. જેને સમજણ નથી તેવા બાળજીવો માટે છે, એ જ્ઞાનજીવો માટે નથી. મૂર્તિથી તો ચિત્ત એકાગ્ર થાય છે. મૂર્તિ તો વીતરાગ ભગવાનની છે અને એ લોકમાન્ય છે. અને સાથે ઉપર શાસનદેવતાનું જબરજસ્ત બળ છે. એ શાસન દેવ રક્ષણ કરનાર છે. એની ઉપર આંગળી કરવા જેવું નથી. ભગવાનની મહીં સ્થાપના છે.” પછી કોઈ મહાવીરનું ફકત નામ