________________
આપ્તવાણી-૨
૧૧
આપ્તવાણી-ર
છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઇચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે ! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ ‘પોતે' મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને ! મહીં તન્મયાકાર થઇ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર કયારે ના થાય? કે જયારે ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને ‘પોતે’ છૂટો રહીને જુએ અને જાણે.
કલ્યાણ થઇ શકશે. કારણ કે અહીં પ્રગટેલા ‘દાદા ભગવાન’ અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો.
અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે. અહીંયાં તો અવિરોધ એવો રીયલ માર્ગ છે. જગતમાં રીલેટિવ માર્ગ ચાલે છે. જયાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, પોતે ચંદુલાલ છે, એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું; પછી ભલે આખી જિંદગી બધાને ઓબ્લાઇઝ કરે, પણ એ રીલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રીયલ ધર્મ પાળ્યો તો તો મોક્ષ છે ! ભગવાને કહ્યું કે એક વખત આત્મા થઇને આત્મા બોલો તો કામ થશે, નહીં તો ‘હું આત્મા છું અને દેહાદિ જંજાળ મારાં નથી,’ એમ લાખ અવતાર બોલે તો ય કશું વળે નહીં ! ભગવાન શું કહે છે ? હું ચંદુલાલ છું, તારી શ્રદ્ધામાં પણ એ જ છે, એ શ્રદ્ધા તૂટી નથી, એ જ્ઞાન તૂટયું નથી, એ ચારિત્ર્ય ય તૂટ્યું નથી. ને પછી બોલે કે, ‘હું શુદ્ધાત્મા છું.’ તો તો કયારે ય મોક્ષ ના થાય. આ તો ‘હું ચંદુલાલ છું !' એ આરોપિત ભાવમાં રહીને ‘હું શુદ્ધાત્મા છું’ એમ શી રીતે બોલાય ? જ્ઞાન દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક્ ભાવમાં આવે, તો મોક્ષ થાય.
જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ ‘પોતાનો ધર્મ છે' એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને ‘આત્મા એ જ ધર્મ” માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.
તમારી મહીં ‘દાદા ભગવાન' બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે. એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું? પોતાનું કામ કાઢી લેવાનું છે, એટલે શું કે “જ્ઞાની પુરુષ' પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. ‘જ્ઞાની પુરુષ' નો દીવો પ્રગટેલો છે તે “એને’ તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો'ક કાળે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ ‘જ્ઞાનાવતાર’ થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ ‘અમે' કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો “પરપોટો છે તે કયારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે ‘દાદા ભગવાન છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ થયા છે, પણ જયાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું
રીલેટિવ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય. આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઇ ના ભરાય. કોઇને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોત તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ જાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંને ય ચાખવાં જ પડે. ભગવાન શું કહે છે કે, તને જો ફળ ચાખવાનું પોષાતું