________________
આપ્તવાણી-૨
૩૭૭
૩. કામના ના હોય.
આ આસક્તિ એ તો દેહનો ગુણ છે, તે કેવો છે ? જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે, તેમ દેહને ફીટ થાય તેવાં પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી, પણ લોક તો ભ્રાંતિથી માને છે કે, “હું ખેંચાયો.” આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ, આત્મા ખેંચાય નહીં. આત્મા જેમાં તન્મયાકાર થતો નથી તેનો તેને ત્યાગ વલ્ય કહેવાય. કતૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે. | સ્વરૂપની પ્રાપ્તિ પછી તમારા મનનાં પરિણામો ગમે તેટલાં ઊછળતાં હોય તો તે તમને ઇફેક્ટ ના કરે. ‘જ્ઞાની'માં ને તમારામાં ફેર કેટલો ? ઉપાધિ જેટલો, જ્ઞાનીને ઉપાધિ ના હોય; જ્યારે તમારે ઉપાધિ હોય !
સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ ? ! એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું ?’ તેમણે પૂછયું. મેં તેને સમજ પાડી, ‘તું પોતે સ્થિતઅજ્ઞ દશામાં છે ! હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે તો સામો કિનારો સ્થિતપ્રજ્ઞ દશાનો કેવો હોય !” તેમને મેં આગળ કહ્યું કે, ‘તમને મીઠું લાગે તેવું કહ્યું કે કડવું લાગે તેવું કહું ? તમે સ્થિતઅજ્ઞ દશામાં જ છો, પંડિતાઇના કેફમાં ફરો છો એના કરતાં તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતાં ઊતરી જાય. તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે, તે ઊંઘમાં ય ઊતરતો નથી. અમારાં પાંચ જ મિનિટનાં દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે, અહીં બધા જ ભગવાનનાં દર્શન થાય તેમ છે, તમારે જેનાં દર્શન કરવાં હોય તે કરજો.’
સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. ‘આ આત્મા છે અને અન્યથી તે પર છે” એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઇ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઇ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય ! કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિતપ્રજ્ઞ દશા સુધી આવે, પણ એની આગળ તો ઘણું બધું છે ! અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે. સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ