________________
આપ્તવાણી-૨
અંતર આશય કોણ બતાવી શકે ? એ તો જે ‘ખુદ’ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે! મહાવીરના અંતરઆશયની વાત કોણ બતાવી શકે ? એ તો જ ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે. મહાવીરને પણ ૨૫૦૦ વરસનો ડિફરન્સ થયો.
૩૭૩
પહેલાંના જમાનામાં તો પચીસ વરસના ડિફરન્સમાં બાપનો અંતરઆશય દીકરો સમજી જતો હતો, ત્યારે આજે તો પચીસ વરસના અંતરમાં અંતરઆશયની વાત સમજવાની શક્તિ રહી નથી; તો કૃષ્ણની વાત કેવી રીતે સમજવામાં આવે ? અત્યારે ગીતા વિષે ઘણું ઘણું લખાય છે, પણ એમાં એક વાળ પણ લખનારા સમજતા નથી. આ તો ‘અંધે અંધ મળ્યા, તલે-તલ કોથળે મહીં મળ્યા, ના થાય તલ ને ના થાય ઘાણી!’ એનાં જેવું છે. હા, એ ખોટું નથી, કરેક્ટ છે, પણ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના માસ્તરના જેવી વાત છે ને તે બરોબર છે. અહીં અમારી પાસે કેવી વાત હોય ? કૉલેજના છેલ્લા વર્ષની વાત હોય. ત્યાં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત થાય તેમ આ ગીતાનાં વિવેચનોની વાત હોય. એક ‘જ્ઞાની પુરુષ’ પાસે જ સર્વ શાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે છે.
અર્જુનને વિરાટ દર્શત !
પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે? દાદાશ્રી : એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડયું, બધા મરેલા દેખાડયા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ, તેને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ.
ગજવું કપાય તો ય ‘વ્યવસ્થિત’, એટલે કશું ના થાય આનાથી,
આપ્તવાણી ૨
આગળની વાસનાઓ ઊભી ના થાય, મોહ ના ઊભા થાય. મહી પ્રેરણા થઇ એટલે ચાલવા માંડવાનું. આ તો બધી મશીનરી કહેવાય, ‘વ્યવસ્થિત’ની ચલાવી ચાલે.
૩૭૪
સુદર્શત ચક્ર !
પ્રશ્નકર્તા ઃ કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું ?
દાદાશ્રી : એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેનાં લોકોએ ચક્રો ચીતરી માર્યા તે લોકો એવું સમજયા કે ચક્ર લોકોને કાપી નાખે છે !
એક મહારાજે મને પૂછ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે તમે એક કલાકમાં દિવ્યચક્ષુ આપો છો, તે કેવડાં હોય ?” મેં કહ્યું, ‘ગાડાંના પૈડાં જેવડાં !’ હવે આમને તે શું કહેવું ? કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કરતી વખતે જે દિવ્યચક્ષુ પાંચ મિનિટ માટે આપ્યાં હતાં તે જ દિવ્યચક્ષુ અમે તમને કલાકમાં જ પરમેનન્ટ આપીએ છીએ, એનાથી ‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ તમને દેખાય. ‘જ્ઞાની પુરુષ તમારાં અનંતકાળનાં પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે,’ એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે. એકલાં પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે ! એ અક્રમ માર્ગના ‘જ્ઞાની પુરુષ’ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા પ્રગટ છે, એ છે ત્યાં સુધી કામ કાઢી લો!
વેદો, ત્રણ ગુણોમાં જ છે !
કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે, “વેદો ત્રણ ગુણથી બહાર નથી, વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે.’ કૃષ્ણ ભગવાન ‘નેમીનાથ’ને મળ્યા પછી તેમણે ગીતા કહી, ત્યાર પહેલાં એ વેદાંતી હતા. એમણે ગીતામાં
કહ્યું, ‘બૈગુણ્ય વિષયો વેદો નિઐય ગુણ્યો ભવાર્જુન', આ ગજબનું વાક્ય કૃષ્ણે કહી નાખ્યું છે ! આત્મા જાણવા વેદાંતથી ૫૨ જવા કહ્યું છે ! એમણે એમ કહ્યું કે, ‘હે અર્જુન ! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.’ ત્રિગુણાત્મક કયા કયા ? સત્વ, રજ અને તમ. વેદો આ ત્રણ ગુણને