________________
આપ્તવાણી-૨
૩૬૯
૩90
આપ્તવાણી-૨
પુષ્ટિ આપેલી. વલ્લભચાર્યના વખતમાં કેવા આચાર હતા ? કે લોકો મહારાજનાં દર્શન કરે અને મહારાજ લોકોના શુદ્ધાત્માનાં દર્શન કરે. આ તો કાળની વિચિત્રતાને લીધે બધો ફેરફાર થઇ ગયો છે. આ જો મહારાજસાહેબનાં લોકો દર્શન કરે ને સામે મહારાજ જો લોકોના આત્માનાં દર્શન ના કરે તો મહારાજ પોતે લૂંટાઈ જાય ! હવે આ વાત કોને સમજાય ? હવે કાળ પુરો થવા આવ્યો છે, હવે બધાં જ રીલેટિવ ધર્મો ટોપ ઉપર આવશે. અમે બધા જ અપસેટ થઇ ગયેલા રીલેટિવ ધર્મોને ફરીથી અપસેટ કરી નાખીશું, એટલે શું થશે ? સેટઅપ થઇ જશે!
જન્મદિવસે ભૂખ્યા રહે છે ને બીજે દિવસે માલમલીદા ખાય છે. એવા મારા પોતાના જ ભક્તો પણ મારા વિરોધીઓ થઇ ગયા છે. મને મોરલીવાળો બનાવે છે, કપટી કહે છે, લીલા કરે છે એમ કહે છે, મારું જેટલું ઊંધું થાય તેટલું કર કર કરે છે.’ મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને સુખ ઉત્પન્ન થયું તે જયોત, આ દીવો તે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તે જ કૃષ્ણ, દ્રશ્ય તે કૃષ્ણ નથી.
કૃષણનો સાક્ષાત્કાર ! પ્રશ્નકર્તા : મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો ?
દાદાશ્રી : મીરાને નરસિંહને દેખાયા તે કૃષ્ણ નથી, તેનો જોનારો કૃષ્ણ છે ! જે કહે છે કે, “કૃષ્ણ મહીં દેખાય છે તે તો દ્રશ્ય છે; તેનો જોનારો, દ્રષ્ટા તે જ ખરો કૃષ્ણ છે અને એ ખરા કૃષ્ણના સાક્ષાત્કાર તો એક ‘જ્ઞાની પુરુષ' જ કરાવી શકે. તે વખતે ‘જ્ઞાની પુરુષ’ નહોતા એટલે તેમને ખરો સાક્ષાત્કાર થયો તેમ ના કહેવાય; પણ નરસિંહ, મીરાં, કબીરો, અખો, જ્ઞાનદેવ, તુકારામ એ બધાં ભક્તો અત્યારે અહીંના અહીં જ છે, કોઇ મોક્ષે ગયું નથી, અત્યારે અમારી પાસેથી સ્વરૂપનું જ્ઞાન લઇ ગયા છે !
જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણને તો કોઇ ઓળખી જ શકયું નથી. કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણને બનાવ્યા. અલિયો વહોરી છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે ! કૃષ્ણ એવા ના હોય, તમે જેવા કલ્પો છો તેવા તે નથી. આ તો લોકો બાળકૃષ્ણને ભજે છે. કોઇ જ્ઞાનમાં ઘરડા થયેલા, જ્ઞાનવૃદ્ધ થયેલા યોગેશ્વર કૃષ્ણને ભજતા નથી. બાળકૃષ્ણને લોક હિંડોળે ચઢાવે છે. કૃષ્ણ કહે છે, “લોક ઊંધા છે, દર સાલ લોકો મારા
મર્યાદા ને પૂર્ણ પુરુષોતમ ! પ્રશ્નકર્તા : રામ મર્યાદા પુરુષોત્તમ ને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા એ ખરું ?
દાદાશ્રી : ખરી રીતે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના કહેવાય, રામ જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય; કારણ કે રામ મોક્ષે ગયા, રામ પરમાત્મા થઇ ગયા. કૃષ્ણને પરમાત્મા ના કહેવાય, ભગવાન કહેવાય. હજી એ મોક્ષે ગયા નથી, આવતી ચોવીસીમાં તીર્થકર થઇને મોક્ષે જવાના છે. આ તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ શાથી કહ્યા ? પ્રગટનું મહાભ્ય ગાવા. જે મોક્ષે ગયા તે કંઇ ધોળી ના શકે આપણું, હજી જે હાજર છે બ્રહ્માંડમાં, તે કયારેક સાંધો મળે તો કામ કાઢી નાખે. દેવકી, બળરામ ને કૃષ્ણ ત્રણે ય એક જ કુટુંબના તીર્થકર થવાના છે. એમના કાકાના દીકરા નેમીનાથ ભગવાન બાવીસમા તીર્થંકર થઈ ગયા, આખું કુટુંબ જ શામળું એમનું! પણ ગજબના પુરુષો પાયા એમાં !
ગીતાનું રહસ્ય ! અહીં બે જ શબ્દમાં ! પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું ?
દાદાશ્રી : ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું.