________________
આપ્તવાણી-૨
૨૮૧
૨૮૨
આપ્તવાણી-૨
જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય. સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય, એ સિવાય ‘હું શુદ્ધાત્મા છું” બોલે તો કશું વળે નહીં. એ કોના જેવું છે ? ઊંઘમાં ‘હું વડા પ્રધાન છું' એવું બોલે તે કશું ફળે ? મનના યોગમાં ધ્યાન, ધર્મ કરે પણ એ બધા રીલીફ રોડ છે. છેલ્લો આત્મયોગ, એ થયા સિવાય કંઇ જ વળે તેમ નથી. આત્મયોગ પ્રાપ્ત થયો નથી તેથી જ સ્તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઇ ગયા છે ને !
આયુષ્ય ખર્ચાયું અને ધબકારા અનામત તો એટલું આયુષ્ય અનામત. આ તમારાથી આયુષ્ય અનામત ના કરી શકાય, યોગવાળા કરી શકે. અને જયાં સુધી આત્માની હાજરી દેહમાં છે ત્યાં સુધી શરીર કહોવાય નહીં, ચીમળાય નહીં, ગંધાય નહીં, દેહ એવો ને એવો જ રહે ! પછી ભલેને યોગથી હજાર વર્ષ સુધી પથ્થરા જેવો થઇ ગયો હોય !
પ્રશ્નકર્તા : એમાં આત્માની શી દશા ?
આપણે અહીં ‘શુદ્ધાત્મા’માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે ! એ ત્રણે ય યોગ (મન, વચન, કાયા) ફીઝીકલ છે. આ ફીઝીકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે. આ બધા યોગ માત્ર ફીઝીકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં, આ ફીઝીકલ યોગને સારો કહ્યો છે. આવું આવું કંઈકે ય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે, એના કરતાં આ કરે છે એ સારું છે. અને આનો ફાયદો શો છે ? કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.
દાદાશ્રી : કોથળામાં પૂરી રાખે એવું. એમાં આત્મા ઉપર શો ઉપકાર થયો ? આ તો એટલું જ કે હું હજાર વર્ષ યોગમાં રહ્યો એવો ખાલી અહંકાર રહે. છતાં, સાંસારિક દુ:ખો બંધ રહે; પણ સુખ તો ઉત્પન્ન ના જ થાય. સુખ તો આત્માનો ઉપયોગ કરે તો જ ઉત્પન્ન થાય, અને આત્માનો ઉપયોગ કયારે થાય ? હાર્ટ ચાલે તો થાય. તે વગર આ તો કશું વળે નહીં.
કેટલાક યોગીઓ એમના શિષ્યને કહી રાખે છે કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢાવ્યા પછી તાળવામાં નાળિયેર ફોડજે, એમ તે મોક્ષે જવાતું હશે ? આ તો એવું માને કે તાળવેથી જીવ જાય તો મોક્ષે જાય, એટલા માટે આવો પ્રયોગ કરે ! પણ એવું માનીને કંઇ થાય તેમ નથી, એ તો તાળવેથી જીવ નેચરલી જવો જોઇએ. આ કોઇ કહેશે કે આંખેથી જીવ જાય તો આમ થાય, તો શું આંખોમાં મરચાં નાંખીને જીવ આંખેથી મોકલવો ? ના, નેચરલી થવા દે ને !
યોગથી આયુષ્યનું એસ્ટેરાત ? પ્રશ્નકર્તા હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે ખરો
પ્રશ્નકર્તા : જયાંથી દ્વાર ખૂલે છે, આંખ, નાક વગેરે એમાંથી જીવ જાય ?
દાદાશ્રી : લાખો તો નહીં, પણ હજાર-બે હજાર વર્ષ માટે જીવી શકે ખરો. એ યોગ કેવો હોય છે ? આમ તો આત્મા આખા શરીરમાં વ્યાપેલો હોય છે, પણ યોગથી આત્મતત્વ ઉપર ખેંચાય છે, તે ઠેઠ ઉપર બ્રહ્મરંધ્રમાં ખેંચી લે છે ત્યારે હાર્ટ, નાડી બધું બંધ થઈ જાય છે. આત્મા કમર સુધી હોય તો જ હૃદય, નાડી બધું ચાલે, પણ એનાથી ઉપર ગયો તો પછી બધી મશીનરી બંધ થઇ જાય અને કોઇએ આ યોગ ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટની ઉંમરે શરૂ કર્યો હોય અને હજાર વર્ષ પછી પૂરો થાય તો એનું આયુષ્ય ફરી ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટ પછી પાછું શરૂ થાય ! અહીં ધબકારા થયા એટલું
દાદાશ્રી : હા. એ લક્ષણ કહેવાય છે. પાંચ લક્ષણ અને લક્ષિત અનંત છે, એમાં કયાં ઠેકાણું પડે ? મોઢેથી જીવ જાય તો અનંત જગ્યાએ જવાય એવું છે. એ તો બધી અદબદ વાતો કહેવાય, એમાં ‘ફોડ’ ના પડે.
કુંડલિની શું છે ? પ્રશ્નકર્તા : ‘કુંડલિની’ જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે ?