________________
આપ્તવાણી-૨
મરવા દે છે ? તું બચાવવાનો, કાયમ માટે બચાવવાનો, તો બાપને બચાવને ! આ તો દોઢડહાપણ છે, આને ઓવરવાઇઝ-મેડનેસ કહ્યું છે. આ જગતની જંજાળમાં હાથ ના ઘાલીશ, એમાં અમુક લિમિટ સુધી રહેજે. આ તો ઓવરવાઇઝ થયેલા છે, આ તો કીર્તિ પાછળ બધા પડયા છે. શું જોઇએ છે એમને ? કીર્તિ. અહીં વખતે મળશે, પણ ત્યાં એમનો બાપો રેવડી દાણાદાણ કરી નાખશે, ત્યાં દર અસલ ન્યાય થઇ રહ્યો છે, ત્યાં કોઇનું ચાલે એવું નથી. ભગવાને શું કહ્યું કે “તેં દસ ગાયો બચાવી તેનો અહંકાર કરે છે અને પેલો દસ ગાયો માર્યાનો અહંકાર કરે છે, એટલે તમારે બંનેએ અહીં મોક્ષ માટે વાત સાંભળવા-ક૨વા આવવું નહીં. તને બચાવવાનું ફળ મળશે અને તને માર્યાનું ફળ મળશે. એ જીવો ને તેં બચાવ્યા છે તે તારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે. આ જેણે જીવો માર્યા છે એ જ લોકો તને દુઃખ દેશે. આ બસ આટલો હિસાબ છે. અમે વચ્ચે હાથ ઘાલતા નથી અને મોક્ષને ને આને કંઇ જ લાગતું-વળગતું નથી.'
૨૭૭
હવે તે જે કોલેજમાં બે છોકરાંને પાસ કર્યાં હોય એ છોકરાં મોટા થાય તો કહેશે કે, “આમણે મને પાસ કરેલો;’ તે તેનો લાભ તમને આપે. સ્વભાવિક રીતે તેવું આ જીવો બચાવો તે માટે છે. તમે જીવો બચાવો કે ના બચાવો તેની ભગવાને મોક્ષ માટે જરૂર નથી કહી. આ તો દોઢડાહ્યા થઇ ગયા છે, એટલે સુધી દોઢડાહ્યા કે ગાયો બચાવવા સારુ કસાઇને ત્યાંથી ચારસો-ચારસો રૂપિયા આપી ગાયો છોડાવી લાવે; અને પાછા કંઇ તેને અપાસરામાં કે મંદિરમાં ઓછા બાંધી રાખવાના છે ! પછી તો કોઇ બ્રાહ્મણને મફત આપી દે કે ‘ભઇ, લે, તું લઇ જા.' પછી પેલો કસાઇ જોયા જ કરતો હોય કે આ કોને ત્યાં ગાયો બાંધે છે ! આ બ્રાહ્મણને ગાયો આપેને એટલે તે ત્યાંથી પાછો બ્રાહ્મણની પાસે જાય, અને કહે, ‘અલ્યા, કંઇ દેવું-બેવું થઇ ગયું છે કે ?’ તો પેલો કહેશે, ‘હા ભાઇ, સો-દોઢસોનું દેવું થઇ ગયું છે.' ત્યારે પેલો કસાઇ કહેશે, ‘પચાસ આપું. ત્યારે બ્રાહ્મણ કહે, ‘દોઢસો આપો તો ગાય આપું તને.’ તે દોઢસો રૂપિયા આપીને કસાઇ ગાય પાછી લઇ આવે. આ ચારસોમાં આપી અને દોઢસોમાં છોડાવી લાવે પાછો, આ લોકોને મૂરખ બનાવી જાય ! આ કીર્તિ માટે પડયા છે,
૨૭૮
આપ્તવાણી-૨
ઓવરવાઇઝ થયા કે !
અલ્યા, શી રીતે જન્મે છે ને શી રીતે મરે છે એમાં તું ના પડીશ, તું તારું ભાવમરણ બચાવ. સબ સબકી સમાલો. તું તારું ભાવમરણ ઉત્પન્ન ના થાય, ભાવહિંસા ના થાય એ જો. તમે કોઇની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુઃખ થતું થશે, પણ તમારી તો એક વાર હિંસા થઇ ગઇ, ભાવહિંસા ! માટે ભાવહિંસા બચાવો એમ ભગવાને કહ્યું. આટલે સુધી જ કહ્યું છે, આથી વધારે લાંબુ કહ્યું નથી. હું શું કહું છું, એ વ્યુ પોઇન્ટ સમજાય છે તમને ? આ બહાર કેટલો બધો કેસ બફાઇ ગયો છે ? ! હવે આ ક્યારે ઊજળું થાય ? ‘કભોટે’ પડી ગયેલાં વાસણને એને કઇ જાતનો અસિડ વાપરવો એ જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં ૫૦૦ વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦૦૦ વર્ષમાં આટલો બધો કાટ ? ! કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?! આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે ? અમારે ‘જ્ઞાની પુરુષ’ને આવી કઠણ વાણી ના હોય; પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે.
મરણકાળ જ મારે !!
તમને સમજાયું, હું શું કહેવા માગું છું તે ? આ સૂક્ષ્મ વાત છે, એવી બજારું વાત નથી. આમાં બધાં શાસ્ત્રોનો તોલ કરીને એક બાજુ બેસાડે એવી વાત છે. કારણ કે ટાઇમિંગ વગર કોઇ મારી શકે એમ છે નહીં, એટલે ભગવાન શું કહેવા માગે છે કે તમે આ ભાવબીજ પડવા ના દેશો. જો બીજ પડવા ના દીધું તો પછી તમે બંધ આંખોએ ચાલશો
તો ય તમારું કોઇ નામ દેનાર નથી અને ઉઘાડી આંખે ચાલશો ને અહીં પગ નીચે આવી ગયું હશે તો મરવા આવીને ય નહીં મરે, ચગદાયો હોય તમારાથી પણ તમારાથી મરે નહીં ને પેલાને ભાગે મરે. આટલું બધું ઝીણું સાયન્સ છે. આ બધું ટાઇમિંગ વગર કોઇ જ ના થાય એવું આ જગતમાં છે ! જયારે ત્યારે તો આ સાચી વાત સમજવી જ પડશે ને !
܀܀܀܀܀