________________
આપ્તવાણી-૨
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૨
તો સહજ થાય ત્યારે જ થાય. આ તપ, ત્યાગની મહેનત કરે એ હેન્ડલ મારવા પડે છે.
આપણે પૂછીએ કે ‘તબિયત બગડી તેથી ભૂખ્યાં રહો છો ?” તો તે કહેશે, ‘હું તપ કરું છું.’ ‘કેટલા દિવસ ભૂખ્યા રહેશો ?” તો તે કહે, ‘ચાર દિવસ.' તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા ? પણ તે તપેલો જ રહે. એવા તપેલાને છોકરાએ કંઇ કહ્યું હોય તો એવી અગ્નિ કાઢે કે છોકરો વિચારે કે, આના કરતાં બાપ ના હોય તો સારું ! ભગવાને કહેલું કે, “પેટમાં દુ:ખતું હોય, અજીર્ણ થયું હોય તો એકાદ ટંક ખાજે.’ વધારે ખાઇશ એ ય પોઇઝન છે અને નહીં ખાઉં તો એ ય પોઇઝન છે. તેથી ભગવાને ઊણોદરી તપ કરવાનું કહેલું તે કેવું કે રોજ ચાર રોટલી ખાતો હોંઉ તો ત્રણ રોટલી ખાઇને શરૂઆત કરવી અને ભાત અર્થે ખાજે, તો તારે તપ કરવાની જરૂર નથી. પેટને ખોરાક જીવવા પૂરતો આપવો. આફરો ચઢે એ ગુનો છે. દૂધપાક પીધો હોય ને સત્સંગમાં કહ્યું હોય કે, ‘આટલો પાઠ કરજો.' તે સૂતાં સૂતાં પાઠ કરવા જાય તો ઘેન ચઢે. ઘેન ચઢે એટલું ખવાય જ નહીં.
આ બહુ દિવસો સુધી ભૂખ્યા રહે છે તેને તો ભગવાને ઢોર લાંધણ કહ્યું છે, પણ એ કષ્ટનું સેવન છે તે ફળ વગર જાય નહીં, દેવગતિ મળશે. વિલાસ કરો તો ય ફળ મળશે. ભગવાને નોર્મલ રહેવા કહ્યું, ‘સહજ માર્ગે ચાલ્યો જાએમ કહ્યું. પણ ભગવાનની વાત કોઇ સમજયું જ નહીં ને લોકો અણસમજણથી તપ કરવા જાય છે.
તે વખતે મહીં અંતર તપે તો ય સહન કરી લેવું; લાલ, લાલ હૃદય થઇ જાય તો ય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલાં તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘા પાછા કરે, મોં મચકોડે એટલે તે જ તપ જે આલવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આલી દે, અને ના આવેલાં તમને બોલાવવા જાય, ના હોય ત્યાંથી, કોઇનું જોઇને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઇનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઝીઝ જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે.
ભગવાન મહાવીરે કહ્યું હતું કે, કળિયુગમાં ચેતીને ચાલજે, તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ.’ સામો માણસ અથડાઇ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે “કાલે તો મારે અપવાસ કરવો છે.” “અલ્યા, આમ શું કરવા કરે છે ? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખે, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી.” ભગવાને કહેલું કે, ‘ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સત્યુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ-ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતાં લેવાં નહીં જવું પડે.” એ તો જે કાળમાં વેચાતાં લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતાં. કારણ કે આખો દહાડો ખોળે તો ય ત૫ જડે જ નહીંને ! એ કાળ ગયા બધા. અત્યારે તો તપ કેટલાં બધાં મળે ?
મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાં ય ! લોકો તો તપવાળા હતા, પણ ભગવાનને તપ ના આવે ને ? ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો કે, “આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાન રાખીને રસોઇ બનાવે છે અને પછી વહોરાવે છે. એટલે મને કોઇ ગાળ ભાંડતું નથી, કશું ય મને કોઇ કરતું નથી. હજી મારે મહીં કર્મના ઉદય બાકી છે,’ એનું એમને પોતાને માલમ પડી જાય.
પ્રાપ્ત તપ જ કરવા જેવું ! આ તપ કોઇનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જયારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જયારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જયારે બધાં ઝેર આલનારાં આવે