________________
અક્કલવાળા હોય, પણ પૈસો તો શેઠિયો જન્મથી જ લઈ આવ્યો હોય ! એણે ક્યાં મહેનત કરેલી કે અક્કલ વાપરેલી ? માટે લક્ષ્મી માત્ર પુણ્યથી જ આવી મળે છે !
લક્ષ્મી પર પ્રીતિ તો ભગવાન પર નહિ ને ભગવાન પર પ્રીતિ તો લક્ષ્મી પર નહિ, વન એટ એ ટાઈમ !
લક્ષ્મી આવે તો ય ભલે ને ના આવે તો ય ભલે ! સહજ પ્રયત્ન આવી મળે તે ખરી પુર્વેની લક્ષ્મી !
આપણા હિસાબ પ્રમાણે જ લક્ષ્મીની વધ-ઘટ હોય છે ! લોકોનાં તિરસ્કાર કે નિંદા કરવાથી લક્ષ્મી ઘટે છે. હિન્દુસ્તાનમાં તિરસ્કાર ને નિંદા ઘટ્યાં છે. લોકોને નવરાશ જ નથી આ બધું કરવા. ‘૨00૫માં હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થઈ જશે.” એમ સંપૂજય દાદાશ્રી ૧૯૪૨થી કહેતા આવેલા છે !
પૈસાનું કે વસ્તુનું દેવું હોતું નથી. રાગ-દ્વેષનું દેવું હોય છે. જે આવતા ભવનાં કર્મો ચાર્જ કરે છે ! માટે પૈસા પાછા આપવા માટે ક્યારે ય ભાવ ના બગાડશો. જેને “દુધે ધોઈને પૈસા પાછા આપવા છે, તેને પૈસા આવી મળશે જ ને ચૂકવાઈ જશે ! એવો કુદરતનો કાયદો. માગતાવાળાને ઉઘરાણી કરવાનો હક્ક છે. પણ ગાળો આપવાનો અધિકાર નથી. ગાળો આપે, ધમકાવે એ બધી એકસ્ટ્રા આઈટમો કહેવાય ! કારણ કે ગાળો દેવાની શરત કરારમાં નથી હોતી !
જીવન ઉપયોગપૂર્વકનું હોવું જોઈએ. જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. જેથી કરીને કોઈને ય કિંચિત્માત્ર દુઃખ કે નુકસાન આપણાથી ન થાય !
૧૪. પસંદગી પ્રાફ્ટ ગુણોતી ! ઘાટ વગરનો પ્રેમ એ જ સાચો પ્રેમ ! અને.....
ઘાટ એટલે તો, આ સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરીએ અને ઘાટ કરીએ એ બે સરખું છે ! જ્યાં ઘાટે ના હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય.” - દાદાશ્રી
‘ગાંડાને ગામ ને ડાહ્યાને ડામ.’ ગાંડાને ગામ આપીને ય છૂટી જવું, ડાહ્યાને પછીથી ય સમજાવી લેવાય. છૂટવાની ય કળા આવડવી જોઈએ. એ કળા જ્ઞાની પાસે સોળે કળાએ ખીલેલી હોય !
આપણી વારંવાર સરળતાની સામે સામો વાંકો ને વાંકો વ્યવહાર કરે ત્યારે મન ફરી જાય કે વાંકા સામે વાંકા જ રહેવામાં માલ છે. ત્યાં જ્ઞાની પુરુષ સાચી સમજણનો પ્રકાશ આપે છે કે, કેટલાંય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય.” ત્યાં વાંકાનો વ્યવહાર જોઈ આપણી ભવોભવની અધ્યાત્મ મૂડી શું ખોઈ નાખવી ? ને નાદારી કાઢવી ?! વાંકા સાથે સરળ રહેવું એ તો ગજબની વસ્તુ છે !
સંસારમાં દુ:ખના મૂળ કારણનું શોધન જ્ઞાનીએ શું કર્યું ? સામો ગુનેગાર દેખાય છે તે ઉઘાડી આંખે આંધળા છે. ભગવાનની ભાષામાં કોઈ ગુનેગાર જ નથી. ફૂલ ચઢાવે તે ય ને ગાળો ભાંડે તે ય ! ગુનેગાર દેખાય છે તે પોતાની જ મિથ્યાત્વરૂપી દ્રષ્ટિનો રોગ છે. જે કંઈ ખોટ પોતાને ભાસે છે, તે અંતે તો પુદ્ગલ બજારની જ ને ?! ‘આપણી’ તો નહિ ને ?!
વિશ્વાસઘાત એ ભયંકર ગુનો છે. ભેળસેળ કરવી, અણહક્કનું ભોગવવું, તે બધું વિશ્વાસઘાત કહેવાય. ખાનગી ગુનાથી આંતરા પડે છે. ખાવા-પીવાની, દવાઓની બાબતમાં ભેળસેળ થાય છે તેનો ભયંકર ગુનો લાગુ થાય છે. બીજે બધે ચલાવી લેવાય, પણ અહીં તો કોઈ સંજોગોમાં ચલાવાય જ નહીં.
જગત આપણું જ પ્રતિબિંબ છે. સામાને આપણાથી દુઃખ થાય તે આપણી જ ભૂલનું પરિણામ છે. ત્યાં આપણે ભૂલ ભાંગીએ તો ઉકેલ આવે. તે માટે કંઈ કરવાનું નથી, પણ સાચું જ્ઞાન જાણવાનું છે કે જે ક્રિયામાં અવશ્ય ફલિત થાય !
આપણાથી થતી કોઈ પણ ક્રિયા ખરી છે કે ખોટી છે, તેની મૂંઝવણ કોણે નહિ અનુભવી હોય ? ‘જેનાથી પોતાને સુખ થાય તે ખરી ને દુઃખ થાય તે ખોટી આવી સાદી પારાશીશી આપી જ્ઞાનીએ અનેકોની મૂંઝવણોને કેવી સરળતાથી ઉકેલી આપી છે !
પોતે સર્વશક્તિ સંપન્ન હોવા છતાં પોતા થકી સામાને કિંચિત્માત્ર પણ દુઃખ ન થવા દે તે ખરો બળવાન ! ત્યાં પ્રતાપ ગુણ ઉત્પન્ન થાય. પોતાના બળ, પોતાની સત્તાના જોરે સામાને કચડ કચડ કરે એ અબળા, નહીં તો બીજું શું ?!
20