________________
૨૮
|
શ્રી ભગવતી સૂત્ર-૩
जहा- कालवण्ण-परिणया जाव सुक्किल्लवण्णपरिणया ।
जे गंधपरिणया ते दुविहा पण्णत्ता तं जहा- सुब्भिगंधपरिणया वि, दुब्भिगंधपरिणया वि । जे रस परिणया ते पंचविहा पण्णत्ता, तं जहातित्तरसपरिणया जाव महुररस परिणया । जे फास परिणया ते अट्ठविहा पण्णत्ता, तं जहा- कक्खडफास परिणया जाव लुहफास परिणया । जे संठाणपरिणया ते पंचविहा पण्णत्ता,तंजहा- परिमंडलसंठाणपरिणया जाव आयत संठाण परिणया । जे वण्णओ काल वण्ण परिणयाते गंधओ सुब्भिगंधपरिणया वि, दुब्भिगंधपरिणया वि एवं जहा पण्णवणाए तहेव णिरवसेसं जावजे संठाणओ आययसंठाणपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि जाव लुक्खफासपरिणया वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિસસા પરિણત પુગલોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- વર્ણ પરિણત, ગંધ પરિણત, રસ પરિણત, સ્પર્શ પરિણત, સંસ્થાન પરિણત. જે પુગલ વર્ણ પરિણત છે, તેના પાંચ પ્રકાર છે, યથા-કૃષ્ણ વર્ણ પરિણત યાવત શુક્લ વર્ણ પરિણત. જે પુદ્ગલ ગંધ પરિણત છે, તેના બે પ્રકાર છે– યથા સુરભિગંધ પરિણત અને દુરભિગંધ પરિણત. જે પુદ્ગલ રસ પરિણત છે, તેના પાંચ પ્રકાર છે, યથા–તિક્તરસ પરિણત યાવત્ મધુરરસ પરિણત. જે પુદ્ગલ સ્પર્શ પરિણત છે, તેના આઠ પ્રકાર છે, યથા- કર્કશ સ્પર્શ પરિણત યાવત્ રૂક્ષ સ્પર્શ પરિણત. જે પુગલ સંસ્થાન પરિણત છે, તેના પાંચ પ્રકાર છે. યથા– પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત. જે પુલવર્ણથી કૃષ્ણવર્ણ રૂપે પરિણત છે તે ગંધથી સુરભિગંધરૂપે પણ પરિણત હોય અને દુરભિગંધરૂપે પણ પરિણત હોય છે. આ રીતે સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર(પ્રથમ પદ) અનુસાર કરવું જોઈએ યાવત્ જે પુદ્ગલ સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે, તે વર્ણથી કૃષ્ણ વર્ણરૂપે યાવત્ સ્પર્શથી રૂક્ષ સ્પર્શરૂપે પણ પરિણત હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિસસા પરિણત સ્વિભાવથી પરિણમનને પ્રાપ્ત પુલોનું કથન છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનની અપેક્ષાએ તેના ૨૫ ભેદ અને વર્ણાદિના પરસ્પર સંબંધના વિસ્તારથી તેના પ૩૦ ભેદ થાય છે. વિરસા પરિણત પુદ્ગલના ભેદ-પ૩૦:પાંચવર્ણના ભેદ-૧૦૦:- કોઈપણ એક વર્ણમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન તેમ ૨૦ ભેદ હોય છે. જેમ કે કાળા વર્ણવાળા પુદ્ગલ સુગંધી પણ હોય અને દુર્ગધી પણ હોય, તેમાં પાંચ રસમાંથી કોઈ પણ રસ, આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ અને પાંચ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાન હોઈ શકે છે. આ રીતે એક વર્ણમાં, ગંધ આદિ અન્ય ૨૦ બોલ પ્રાપ્ત થાય છે. તેથી પાંચ વર્ણના ૫૪૨૦ = ૧00 ભેદ થાય છે. બે ગંધના ભેદ-૪૬:- કોઈ પણ એક ગંધમાં પાંચ વર્ણ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન, તેમ ૨૩