________________
૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
जे अपज्जत्त-रयणप्पभापुढविणेरइय-पंचिंदिय-पओगपरिणया ते सोइंदिय- चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासिंदिय-पओगपरिणया । एवं पज्जत्तगा वि, एवं सव्वे भाणियव्वा ।
ભાવાર્થ- જે પુદગલ અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ પણ જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે જ રીતે ચૌરેન્દ્રિય પર્યત જાણવું પરંતુ તેમાં એક-એક ઇન્દ્રિય વધારવી જોઈએ. તે ઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય; ચૌરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ છે.
જે પુદગલ અપર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે. તે જ રીતે પર્યાપ્ત રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં જાણવું જોઈએ. તે જ રીતે સાતે ય નરક સંબંધી કથન કરવું જોઈએ. ३३ तिरिक्खजोणियमणुस्सदेवा जावजे पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणया ते सोइदियचक्खिदिय जाव फासिंदिय-पओगपरिणया ।
ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય અને દેવ, આ સર્વના વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ થાવજે પુગલ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત દેવ પ્રયોગ પરિણત છે, તે સર્વશ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પ્રયોગ પરિણત છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની અપેક્ષાએ પ્રયોગ પરિણત યુગલોનું કથન કર્યું છે. ઇન્દ્રિયો પાંચ છે– સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. દરેક જીવમાં યથાયોગ્ય ઇન્દ્રિયો જાણવી જોઈએ. તેમાં દ્વિતીયદ્વાર કથિત જીવના ૧૬૧ ભેદને અનુલક્ષીને ૭૧૩ ભેદ થાય છે. યથાએકેન્દ્રિયના ૨૦ ભેદ અને ત્રણ વિકસેન્દ્રિયના છ ભેદને છોડીને શેષ ૧૩૫ ભેદોમાં પ્રત્યેક જીવને પાંચ ઇન્દ્રિય છે. ૧૩૫૪૫ = ૬૭૫. એકેન્દ્રિયમાં એક જ ઇન્દ્રિય હોય તેથી એકેન્દ્રિયના ૨૦ ભેદની ૨૦ ઇન્દ્રિય, બેઇન્દ્રિયના બે ભેદમાં બે-બે ઈન્દ્રિય હોય, તેથી તેની ચાર ઇન્દ્રિય, તે રીતે તેઇન્દ્રિયની છે અને ચૌરેન્દ્રિયની આઠ ઇન્દ્રિય થાય. આ રીતે ૬૭૫+૨૦+૪+૬+૮ = ૭૧૩ ભેદ ઇન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલોના થાય