________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ताराविमाणा। सोहम्मकप्पो जाव अच्चुओ; हेट्ठिमहेट्ठिमगेवेज्जगा जाव उवरि उवरिमगेवेज्जगा। विजयअणुत्तरोववाइए जाव सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइए । एक्केक्के ओ ओ भाव्वो जाव जे य पज्जत्त-सव्वाट्ठसिद्ध- अणुत्तरोववाइय- कप्पाईय जाव परिणया ते वेडव्विय-तेयाकम्मगसरीर-पओगपरिणया ।
૧૮
ભાવાર્થ
જે રીતે નૈયિકોનું કથન કર્યું તે જ રીતે અસુરકુમારથી સ્તનિતકુમાર પર્યંત ભવનવાસી દેવોના સંબંધમાં પર્યાપ્ત-અપર્યાપ્ત, આ બે ભેદથી કથન કરવું જોઈએ.
-
તે જ રીતે પિશાચથી ગંધર્વ સુધી વાણવ્યંતર દેવ, ચંદ્રથી તારા સુધી જ્યોતિષી દેવ અને સૌધર્મકલ્પથી અચ્યુતકલ્પ, તથા અધસ્તન-અધસ્તન ત્રૈવેયકથી ઉપરિતન-ઉપરિતન ત્રૈવેયક અને વિજય અનુત્તરોપ- પાતિકથી સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક સુધી પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને ભેદોમાં વૈક્રિય, તૈજસ અને કાર્યણ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બીજા પર્યાપ્ત અપર્યાપ્તના દ્વારમાં કહેલા જીવોના ૧૬૧ પ્રકારમાં ઔદારિક આદિ પાંચ શરીરમાંથી સંબંધિત શરીરની અપેક્ષાએ પ્રયોગ પરિણત પુદ્ગલોનું કથન કર્યું છે.
તેમાં નારકી અને દેવોને પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય, તૈજસ અને કાર્પણ ત્રણ શરીર હોય છે.
વાયુકાય છોડીને ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છિમ મનુષ્યોને પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ શરીર હોય છે– ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર.
વાયુકાય અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વોક્ત ત્રણ શરીર અને પર્યાપ્ત અવસ્થામાં ચાર શરીર હોય છે– ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્યણ.
ગર્ભજ મનુષ્યોને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ શરીર અને પર્યાપ્ત અવસ્થામાં પાંચ શરીર હોય છે. મનુષ્યોમાં પાંચ શરીરનું કથન અનેક જીવોની અપેક્ષાએ છે. એક જીવમાં એક સાથે વૈક્રિય અને આહારક બંને શરીર હોતા નથી.
આ રીતે ૧૬૧ પ્રકારના જીવોમાં ૪૯૧ શરીર થાય છે. યથા– ૧૬૧ ભેદમાંથી બાદર વાયુકાયના પર્યાપ્તા, પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા અને ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને છોડીને શેષ ૧૫૪ પ્રકારના જીવોમાં ત્રણ શરીર છે. ૧૫૪×૩ = ૪૬૨. બાદર વાયુકાયને અને પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને ચાર-ચાર શરીર ૬×૪ = ૨૪, અને ગર્ભજ મનુષ્યોને પાંચ શરીર હોય છે તેથી ૪૬૨+૨૪૫ = ૪૯૧ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલો થાય છે.