________________
| ૭૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્કંધ અનેક આત્મરૂપ અને એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવકતવ્ય છે. આ ત્રણ ભંગ થાય છે. (૧૦) એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં ઉભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૧) એક દેશમાં સદ્ભાવ પર્યાયની અપેક્ષાએ અને બહુદેશોમાં તલ્પય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક નોઆત્મરૂપ અને અનેક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવકતવ્ય છે. (૧૨) બહુદેશોમાં અસદુભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ અનેક નોઆત્મરૂપ, એક આત્મ-અનાત્મા આ ઉભયરૂપે અવકતવ્ય છે, (૧૩) એક દેશમાં સભાવ પર્યાયની અપેક્ષાથી, એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષાથી અને એક દેશમાં તદુભય પર્યાયની અપેક્ષાએ ત્રિપ્રદેશી સ્કંધ એક આત્મરૂપ, એક નોઆત્મરૂપ અને એક આત્મ-અનાત્મ આ ઉભયરૂપે અવક્તવ્ય છે. તેથી હે ગૌતમ! ત્રિપદેશી સ્કંધના વિષયમાં ઉપર્યુક્ત કથન કર્યું છે.
ત્રિપૂર
વિવેચન :
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વિભાગ થાય છે. તેથી તેમાં આત્મરૂપ, અનાત્મરૂપ અને અવકતવ્યરૂપ તે ત્રણે ભંગમાં એકવચન અને બહુવચનની વિવક્ષા કરતા ત્રિપ્રદેશી સ્કંધના તેર ભંગ થાય છે. તેમાં પૂર્વવતુ ત્રણ ભંગ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ અસંયોગી છે. નવ ભંગ દ્વિસંયોગી છે અને તેરમો ભંગ ત્રિસંયોગી છે. યથાત્રિ પ્રદેશ સ્કંધની સદ્દરૂપતાના ભંગ – અસંયોગી ત્રણ ભંગ :(૧) આત્મ રૂપ (૨) નોઆત્મરૂપ (૩) અવક્તવ્ય રૂપ. દ્વિસંયોગી નવ ભંગ -
(૧) આત્મા એક, નો આત્મા એક (૫) આત્મા એક, અવક્તવ્ય અનેક (૨) આત્મા એક, નો આત્મા અનેક (૬) આત્મા અનેક, અવક્તવ્ય એક (૩) આત્મા અનેક, નો આત્મા એક (૭) નો આત્મા એક, અવક્તવ્ય એક (૪) આત્મા એક, અવક્તવ્ય એક (૮) નો આત્મા એક, અવક્તવ્ય અનેક
(૯) નોઆત્મા અનેક, અવક્તવ્ય એક. ત્રિસંયોગી એક ભંગ :- (૧) આત્મા એક, નો આત્મા એક, અવક્તવ્ય એક. પ્રત્યેક ભંગનું સ્પષ્ટીકરણ ભાવાર્થથી સ્પષ્ટ છે. ચાર પ્રદેશી સ્કંધની સપતા :२१ आया भंते ! चउप्पएसिए खंधे, पुच्छा ?