________________
शत- ११ : उद्देश - १२
ભાવાર્થ :- દેવોની સ્થિતિના વિષયના જ્ઞાતા ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક યાવત્ દશ સમય અધિક, સંખ્યાત સમય અધિક અને અસંખ્યાત સમય અધિક, આ રીતે વધારતાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તેથી અધિક સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી.’’
533
४ तणं ते समणोवासया इसिभद्दपुत्तस्स समणोवासगस्स एवमाइक्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयमट्ठ णो सद्दहंति, णो पत्तियंति, णो रोयंति, एयमट्ठ असद्दहमाणा, अपत्तियमाणा, अरोएमाणा जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया। ભાવાર્થ :- દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું આ પ્રમાણે કથન કરતા યાવત્ પ્રરૂપણા કરતા ૠષિભદ્રપુત્ર શ્રમણોપાસકના ઉપરોક્ત કથન પર તે શ્રમણોપાસકોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં અને સર્વ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ભગવાન દ્વારા સમાધાનઃ
५ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ । तएणं ते समणोवासया इमीसे कहाए लद्धट्ठा समाणा हट्ठतुट्ठा एवं जहा तुंगियउद्देस जाव पज्जुवासंति । तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं, तीसे य महइमहालिए परिसाए धम्मं परिकहेइ जाव आणाए आराहए भवइ ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં આલભિકા નગરીમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા ગઈ યાવત્ પર્યુપાસના કરવા લાગી. તે શ્રમણોપાસકો પણ ભગવાનનું આગમન સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને તુંગિયા નગરીના શ્રાવકોની જેમ ભગવાનના દર્શન કરવા ગયા; ધર્મશ્રવણ કરવા માટે ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણો- પાસકોને અને આવેલી મહાપરિષદને ધર્મોપદેશ આપ્યો યાવત્ આગાર અને અણગાર ધર્મનું આચરણ કરીને જીવ આશાના આરાધક થાય છે. ત્યાં સુધી ઔપપાતિક સૂત્રાનુસાર ધર્મોપદેશનું વર્ણન જાણવું.
६ तएणं ते समणोवासया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा णिसम्म हट्ठट्ठा उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता समणं भगवं महावीरं वंदति, णमंसंति, वंदित्ता मंसित्ता एवं वयासी
एवं खलु भंते ! इसिभद्दपुत्ते समणोवासए अम्हं एवं आइक्खइ जाव परूवेइदेवलोएसु णं अज्जो ! देवाणं जहण्णेणं दस-वास-सहस्साइं ठिई पण्णत्ता, तेणं परं समयाहिया जाव तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य से कहमेयं भंते ! एवं ?