________________
शत-११: देश -११
२७
ત્યાર પછી માતા-પિતાથી પ્રાપ્ત તે સામગ્રીને મહાબલ કુમારે પ્રત્યેક સ્ત્રીને એક-એક કોટિ હિરણ્ય, એક-એક કોટિ સુવર્ણ, એક એક મુગટ ઇત્યાદિ પૂર્વોક્ત સર્વ વસ્તુઓ આપી યાવત્ એક-એક અનાજ વગેરે પીસનારી દાસી તથા ઘણું હિરણ્ય-સુવર્ણાદિ આપ્યું. ત્યાર પછી તે મહાબલ કુમાર જમાલી કુમારની જેમ (શ. ૯,૩૩ અનુસાર) ઉત્તમ પ્રાસાદમાં અપૂર્વ ભોગ ભોગવતા રહેવા લાગ્યા. ધર્મઘોષ અણગારનું આગમન :|३९ तेणं कालेणं तेणं समएणं विमलस्स अरहओ पओप्पए धम्मधोसे णाम अणगारे जाइसंपण्णे एवं जहा केसिसामी जाव पंचहि अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव हत्थिणाउरे णयरे, जेणेव सहसंबवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तएणं हत्थिणाउरे णयरे सिंघाडग-तिय जाव परिसा पज्जुवासइ । ભાવાર્થ:- તે કાલે તે સમયે તેરમાં તીર્થકર વિમલનાથ સ્વામીના પ્રશિષ્ય ધર્મઘોષ નામના અણગાર, હતા. તે જાતિસંપન્ન ઇત્યાદિ કેશીસ્વામીની સમાન હતા. યાવત તેઓ પાંચસો સાધુઓના પરિવારની સાથે તીર્થકરની પરંપરા અનુસાર વિચરતાં, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં, હસ્તિનાપુર નગરના સહસામ્રવન ઉધાનમાં પધાર્યા અને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ-તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક વગેરેમાં મુનિવરોના આગમનની વાતો થઈ યાવતું લોકો મુનિવરોનું આગમન જાણીને દર્શન કરવા ગયા. પરિષદ પયૂપાસના કરવા લાગી. મહાબલ કુમારની દીક્ષા અને દેવગતિ:४० तएणं तस्स महब्बलस्स कुमारस्स तं महयाजणसई वा जणवूह वा ए वं जहा जमाली तहेव चिंता, तहेव कंचुइज्जपुरिसं सद्दावेइ, कंचुइज्जपुरिसो वि तहेव अक्खाइ, णवरं धम्मघोसस्स अणगारस्स आगमण-गहिय-विणिच्छए करयल जाव णिग्गच्छइ । एवं खलु देवाणुप्पिया ! विमलस्स अरहओ पउप्पए धम्मघोसे णामं अणगारे, सेसं तं चेव जाव सो वि तहेव रहवरेणं णिग्गच्छइ । धम्मकहा जहा केसिसामिस्स । सो वि तहेव अम्मापियर आपुच्छइ, णवरं धम्मघोसस्स अणगारस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारिय पव्वइत्तए, तहेव वुत्तपडिवुत्तया, णवर इमाओ य ते जाया ! विउलरायकुलबालियाओ कला-कुसल-सव्वकाल-लालिय-सुहोचियाओ सेसं तं चेव जाव ताहे अकामाई चेव महब्बलकुमारं एवं वयासी- तं इच्छामो ते