________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તે
તરફ ઊભા રહે અને નીચે ચાર દિશાકુમારી દેવીઓ ચાર બિપિંડ લઈને જંબૂતીપની જગતી પર ચારે દિશાઓમાં બહારની તરફ અભિમુખ થઈને ઊભી રહે, પછી તે એક સાથે ચારે બાપિંડને બહાર ફેંકે, તે જ સમયે ચારે બિપિંડોને પૃથ્વી પર પડતાં પહેલાં જ ગ્રહણ કરવામાં સમર્થ હોય; તેવી તીવ્ર ગતિવાળા, તે દેવોમાંથી પ્રત્યેક દેવ ઉત્કૃષ્ટ ત્વરિત આદિ વિશેષણવાળી દેવ ગતિથી જાય. તેમાં એક દેવ પૂર્વમાં, એક દેવ દક્ષિણમાં, એક દેવ પશ્ચિમમાં, એક દેવ ઉત્તરમાં, એક દેવ ઊર્ધ્વ દિશામાં અને એક દેવ અધૌ દિશામાં જાય. તે જ દિવસે એક ગાથાપતિને ઘેર એક હજાર વર્ષના આયુષ્યવાળા એક બાળકનો જન્મ થાય. ત્યાર પછી તે બાળકના માતા-પિતા કાલ ધર્મને પ્રાપ્ત થઈ જાય; તેટલા સમયમાં પણ તે દેવ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળક સ્વયં આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મને પ્રાપ્ત કરે; તેટલા સમયમાં પણ તે દેવ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળકના અસ્થિમજ્જા પણ નાશ પામી જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. તે બાળકની સાત પેઢી સુધીના કુલવંશનો નાશ થઈ જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછી તે બાળકના નામ-ગોત્ર પણ નષ્ટ થઈ જાય, તેટલા સમયમાં પણ તે દેવ, લોકના અંતને પ્રાપ્ત કરી શકતા નથી.
૫૨
પ્રશ્ન- હે ભગવન્ ! તે દેવનું ગત (ઉલ્લંઘન કરેલું) ક્ષેત્ર અધિક છે, કે અગત (ઉલ્લંઘન નહીં કરેલું) ક્ષેત્ર અધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! ગત ક્ષેત્ર અધિક છે, અગત ક્ષેત્ર થોડું છે, અગતક્ષેત્ર ગત ક્ષેત્રના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને અગતક્ષેત્રથી ગત ક્ષેત્ર અસંખ્યાતગણુ છે. હે ગૌતમ ! લોક આટલો વિશાળ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકની વિશાળતાને સમજાવવા માટે સૂત્રકારે એક રૂપક પરિકલ્પિત કર્યું છે.
મેરુ પર્વતની ચૂલિકાથી પૂર્વાદિ ચારે દિશામાં લોકનો વિસ્તાર અર્ધ રજ્જુ પ્રમાણ, અધોલોકમાં કંઈક અધિક સાત રજ્જુ અને ઊર્ધ્વલોકમાં કંઈક ન્યૂન સાત રજ્જુ પ્રમાણ છે. આ રીતે છ એ દિશાના ક્ષેત્રમાં વિષમતા છે. તેમ છતાં સૂત્રકારે અહીં ઘનીકૃત લોકની વિવક્ષા કરીને, આ રૂપક કલ્પિત કર્યું છે. તેથી જ તે સર્વ દેવો છ દિશામાં સમાન ગતિથી જાય, તો છ એ દિશામાં ગત ક્ષેત્રથી અગત ક્ષેત્ર અસંખ્યાતમાં ભાગ અને અગતક્ષેત્રથી ગત ક્ષેત્ર અસંખ્યાતગણુ રહે છે.
વિશ્વ કાર્ય્ નાન સેવારૂપ :- ઉત્કૃષ્ટ દેવગતિથી. સામાન્ય જીવો કરતા દેવોની ગતિ અત્યંત શીઘ્ર હોય છે. તેને સૂચિત કરવા સૂત્રકારે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, રૌદ્ર આદિ વિશેષણોનો પ્રયોગ કર્યો છે. દેવોની શક્તિ અચિંત્ય છે. તીર્થંકરોના કલ્યાણક સમયે અચ્યુત દેવલોકના દેવો અત્યંત અલ્પ સમયમાં તિરા લોકમાં પહોંચી જાય છે. તે ગતિની અપેક્ષાએ પ્રસ્તુત રૂપકમાં ગ્રહણ કરેલી દેવની ગતિ અતિમંદ છે. તેથી તેવી ઉત્કૃષ્ટ દેવગતિથી કરોડો વર્ષ પર્યંત ગમન કરવા છતાં દેવો સંપૂર્ણ લોકનો પાર પામી શકતા નથી. લોક કેટલો મોટો છે તેની ઝાંખી કરાવવા સૂત્રકારે અસત્કલ્પનાના સહારે પ્રયત્ન કર્યો છે.