________________
[ પ૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૯
શિવ રાજર્ષિ
અધ્યયન પ્રારંભ :| १ तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे णामं णयरे होत्था, वण्णओ । तस्स णं हत्थिणापुरस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसिभागे एत्थ णं सहसंबवणे णामं उज्जाणे होत्था । सव्वोउयपुप्फफलसमिद्धे रम्मे णंदणवणसण्णिभप्पगासे सुहसीतलच्छाए मणोरमे साउप्फले अकंटए पासाईए जाव पडिरूवे । શબ્દાર્થ – સબ્બોડપુખ = સર્વ ઋતુઓના પુષ્પ રને = રમણીય સામMIR = સમાન, શોભિત લાડને = સ્વાદિષ્ટ ફલવાળા. ભાવાર્થ - તે કાલે, તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતું. તે હસ્તિનાપુર નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં સહસામ્ર નામનું ઉધાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુઓના પુષ્પ અને ફળોથી સમૃદ્ધ હતું. તે નંદનવન સમાન સુરમ્ય હતું. તેની છાયા સુખકારક અને શીતળ હતી, તે મનોહર, સ્વાદિષ્ટ ફળ યુક્ત, કંટક રહિત અને પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અભિરૂપ, પ્રતિરૂપ(સુંદર) હતું. | २ तत्थ णं हत्थिणापुरे णयरे सिवे णामं राया होत्था । महयाहिमवंत-महंतमलय मंदर महिंदसारे, वण्णओ । तस्स णं सिवस्स रण्णो धारिणी णामं देवी होत्था । सुकुमाल पाणिपाया, वण्णओ । तस्स णं सिवस्स रण्णो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे णाम कुमारे होत्था । सुकुमाल-पाणिपाए जहा सूरियकंते जाव पच्चुवेक्खमाणे-पच्चुवेक्खमाणे विहरइ । શબ્દાર્થ:- અત્ત = આત્મજ, પુત્ર પવુવેરઉનાળે = અવલોકન કરતાં. ભાવાર્થ :- હસ્તિનાપુરમાં ‘શિવ’ નામના રાજા હતા. તે હિમવાન પર્વતની સમાન શેષ રાજાની અપેક્ષાએ મહાન, મલયાચલ મેરુપર્વત અને મહેન્દ્ર-શકેન્દ્રની જેમ શ્રેષ્ઠ રાજા હતા. તે શિવ રાજાને “ ધારિણી' નામની પટ્ટરાણી હતી, તેના હાથ પગ અત્યંત સુકમાલ હતા, ઇત્યાદિ રાજા અને રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શિવરાજાનો પુત્ર, ધારિણીનો અંગજાત “શિવભદ્ર' નામનો કુમાર હતો. તેના હાથ-પગ અતિ સુકુમાર હતા. કુમારનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રમાં કથિત સૂર્યકાન્ત રાજકુમારની સમાન જાણવું. તે કુમાર રાજ્ય, રાષ્ટ્ર અને સૈન્યાદિકની સારી રીતે દેખરેખ કરતાં વિચરતો હતો.