________________
શતક-૧૦
४७३
શતક-૧૦
પરિચય
આ શતકમાં ૩૪ ઉદ્દેશક છે. જેમાં અનેક વિષયોનું સંકલન છે, તે આ પ્રમાણે છે— (૧) પ્રથમ ઉદ્દેશકમાં શ્રી ગૌતમ સ્વામીના દિશા વિષયક પ્રશ્નોત્તર છે. દશ દિશા, તેનું ઉદ્દભવસ્થાન, તેના નામ, દિશાઓ જીવરૂપ છે કે અજીવરૂપ વગેરે વિષયને વિસ્તારથી સમજાવ્યો છે.
(૨) બીજા ઉદ્દેશકમાં કષાયભાવમાં અને અકષાયભાવમાં સ્થિત સંવૃત્ત અણગારને રૂપ આદિ જોતા ક્રમશઃ સાંપરાયિક અને ઐર્યાપથિક ક્રિયા લાગે છે, તેનું સયુક્તિક નિરૂપણ છે. તત્પશ્ચાત્ યોનિઓ, વેદનાઓ, તેના ભેદ-પ્રભેદ અને તેનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. માસિકી ભિક્ષુપ્રતિમાની આરાધના અને અકૃત્યસેવી ભિક્ષુની આરાધના-વિરાધનાનું નિરૂપણ છે. આ ઉદ્દેશક સાધકોને માટે મહત્ત્વપૂર્ણ
અને પ્રેરક છે.
(૩) ત્રીજા ઉદ્દેશકમાં દેવો અને દેવીઓની, એક બીજાની વચ્ચેથી ગમન કરવાની સહજ શક્તિ અને તેની વૈક્રિય શક્તિનું પ્રતિપાદન છે. તે ઉપરાંત દોડતા ઘોડાના ખૂ-ખૂ ધ્વનિનો હેતુ દર્શાવ્યો છે. અસત્યામૃષા- ભાષાના ૧૨ પ્રકાર કહ્યા છે– જેમ કે બેઠા રહેશું, સૂતા રહેશું, ઊભા રહેશું, આદિ ભાષાને પ્રજ્ઞાપની ભાષા કહીને ભગવાને તેને મૃષા હોવાનો નિષેધ કર્યો છે અર્થાત્ તે વ્યવહાર ભાષા છે.
(૪) ચોથા ઉદ્દેશકના પ્રારંભમાં ગણધર ગૌતમ સ્વામી અને શ્યામહસ્તી અણગારના ત્રાયત્રિંશક દેવોના અસ્તિત્વ વિષયક તથા તેના સદાકાલ સ્થાયિત્વના સંબંધમાં પ્રશ્નોત્તર છે. તે ઉપરાંત ત્રાયત્રિંશક દેવમાં ઉત્પન્ન થવાના બે કારણનું નિરૂપણ છે અને ત્યારપછી ત્રાયસ્વિંશક દેવના સ્વરૂપ વિષયક પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમ સ્વામીનો વાર્તાલાપ છે. ત્રાયસ્વિંશક દેવ દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. વ્યક્તિગતરૂપે દેવનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું ચ્યવન થાય છે અને તેના સ્થાને નવા ત્રાયસ્વિંશક દેવ જન્મ ધારણ કરે છે. તે વિષયને સમજાવવા પ્રભુએ ચમરેન્દ્ર, બલીન્દ્ર અને શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોના પૂર્વભવનું કથન કર્યું છે.
(૫) પાંચમા ઉદ્દેશકમાં ચારે જાતિના દેવેન્દ્રોની અગ્રમહિષી, તેનો પરિવાર અને તેની વૈક્રિય શક્તિનું કથન છે. તેમજ પ્રત્યેક ઇન્દ્રને પોત-પોતાના નામને અનુરૂપ રાજધાની અને પોત-પોતાની સુધર્માંસભા છે. તત્ સંબંધી નિરૂપણ છે.
(૬) છઠ્ઠા ઉદ્દેશકમાં સૌધર્મકલ્પમાં સ્થિત શક્રેન્દ્રની સુધર્મા સભાની લંબાઈ-પહોળાઈ, વિમાનોની સંખ્યા તથા શક્રેન્દ્રનો ઉપપાત, અભિષેક, અલંકાર, અર્ચનિકા, સ્થિતિ યાવત્ આત્મરક્ષક દેવો