________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ઉત્તર– હે ગાંગેય ! કોઈ સમયે તે સર્વ સંમૂર્ચ્છમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અથવા સંમૂર્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
૩૯૦
४५ एयस्स णं भंते! संमुच्छिम - मणुस्स - पवेसणगस्स गब्भवक्कंतिय-मणुस्सपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गंगेया ! सव्वत्थोवे गब्भवक्कंतिय- मणुस्स - पवेसणए, समुच्छिम - मणुस्स - पवेसण असंखेज्जगुणे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનકમાં અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગાંગેય ! સર્વથી થોડા ગર્ભજ મનુષ્ય પ્રવેશનક છે. તેનાથી સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અસંખ્યાતગુણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંમૂમિ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય તે મનુષ્યના બે ભેદના માધ્યમે મનુષ્ય પ્રવેશનકનું પ્રતિપાદન છે.
અન્ય કોઈપણ ગતિમાંથી મરીને મનુષ્ય ગતિમાં પ્રવેશ કરે તેને મનુષ્ય પ્રવેશનક કહે છે. તેના બે પ્રકાર છે– સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક અને ગર્ભજ મનુષ્ય પ્રવેશનક. મનુષ્ય પ્રવેશનકના બે જ પ્રકાર હોવાથી તેના ભંગ અત્યલ્પ થાય છે. યથા
(૧) મનુષ્ય પ્રવેશનક પદ અને વિકલ્પ :– મનુષ્ય પ્રવેશનકના બે પ્રકાર જ હોવાથી પદ સંખ્યાના પણ બે પ્રકાર જ થાય છે. અસંયોગી અને દ્વિસંયોગી.
(૨) જીવોની સંખ્યા અનુસાર દ્વિસંયોગ સુધીની જ વિકલ્પ સંખ્યા થાય છે. યથા– એક જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક જ વિકલ્પ થાય, બે જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી એક વિકલ્પ થાય છે.(૧ + ૧)
ત્રણ જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી બે વિકલ્પ થાય છે.(૧ + ૨, ૨ + ૧) તે રીતે દશ જીવ ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક વિકલ્પ અને દ્વિસંયોગી નવ વિકલ્પ થાય છે.(૧ + ૯, ૨ + ૮, ૩ + ૭, ૪ + ૬, ૫ + ૫, ૬ + ૪, ૭ + ૩, ૮ + ૨, ૯ + ૧) તે જ રીતે સંખ્યાત મનુષ્યો ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક અને દ્વિસંયોગી ૧૧ વિકલ્પ સંખ્યાત નૈરયિકોની સમાન થાય છે અને અસંખ્યાત મનુષ્યો ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી એક અને દ્વિસંયોગી ૧૧ વિકલ્પ થાય છે. નૈરયિકોમાં અસંખ્યાત જીવોમાં દ્વિસંયોગી બાર વિકલ્પ કહ્યા છે પરંતુ અહીં ૧૧ વિકલ્પ જ થાય છે. કારણ