________________
૩૮ર
શ્રી ભગવતી સૂત્ર-૩
આ ચાર્ટમાં “વિ.” એટલે વિકલ્પ સંખ્યાને “પ” એટલે પદ સંખ્યા સાથે ગુણતાં ભંગ સંખ્યા પ્રાપ્ત થાય છે, તે પ્રદર્શિત કરી છે. નૈરયિક પ્રવેશનકોનું અલ્પબદુત્વ:|३३ एयस्स णं भंते ! रयणप्पभा-पुढविणेरइय-प्पवेसणगस्स सक्करप्पभापुढवि णेरइय-प्पवेसणगस्स जाव अहेसत्तमा-पुढविणेरइय-प्पवेसणगस्स कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गंगेया ! सव्वत्थोवे अहेसत्तमा-पुढविणेरइय-पवेसणए, तमापुढविणेरइय- पवेसणए असंखेज्जगुणे; एवं पडिलोमगं जाव रयणप्पभापुढविणेरइय-पवेसणए असंखेज्जगुणे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, શર્કરા પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક, થાવત્ અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય ! સર્વથી થોડા અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનક છે. તેનાથી તમ:પ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે, આ રીતે વિપરીત ક્રમથી યાવતું રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાતેય નરકના ઉત્પધમાન (ઉત્પન્ન થતા–પ્રથમ સમયોત્પન્ન)નૈરયિક જીવોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. તે અનુસાર સાતમી નરકમાં એક સમયમાં ઉત્પન્ન થનારા જીવો સર્વથી થોડા હોય છે. તેની અપેક્ષાએ છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થનારા જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. આ રીતે વિપરીત ક્રમથી અંતે પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા જીવો સર્વથી અધિક અસંખ્યાતગુણા છે.
તિર્યંચ પ્રવેશનક:|३४ तिरिक्खजोणियपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते ?
गंगेया ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-तिरिक्खजोणियपवेसणए जाव पचिंदिय-तिरिक्खजोणिय-प्पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ પ્રવેશનકના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગાંગેય! તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર છે, યથા– એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક યાવતું પંચેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક.