________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
| ૩૬૩ |
૭૩પ ભંગ, ચારસંયોગીના ૧૨૨૫ ભંગ, પાંચ સંયોગીના ૭૩૫ ભંગ, છસંયોગીના ૧૪૭ ભંગ અને સાત સંયોગીના ૭ ભંગ તે સર્વ મળીને ૭+૧૪૭+૭૩૫+૧૨૨૫+૭૩૫+૧૪*૭= ૩૦૦૩ ભંગ થાય છે.
નવ નૈરયિક પ્રવેશનક ભંગ - २७ णव भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमणा किं रयणप्पभाए होज्जा, પુછી ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए अट्ठ सक्करप्पभाए होज्जा । एवं दुयासंजोगो जाव सत्तगसंजोगो य जहा अट्ठण्हं जीवाणं भणियं तहा णवण्हं पि भाणियव्वं; णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो, सेसं तं चेव । पच्छिमो आलावगो- अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નવ નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય ! તે નવ નૈરયિક જીવ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવતું અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ જે રીતે આઠ નૈરયિકોના દ્વિ સંયોગી, ત્રિ સંયોગી, ચાર સંયોગી, પાંચ સંયોગી, છ સંયોગી અને સાત સંયોગી ભંગ કહ્યા, તે જ રીતે નવ નૈરયિકોના વિષયમાં કહેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. અંતિમ ભંગ આ પ્રમાણે છે- ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નવ નૈરયિક જીવ પ્રવેશનકના સર્વ ભંગોનું સંક્ષિપ્ત કથન છે. તેમાં અસંયોગીના સાત ભંગ થાય છે.
વિસયોગી ૧૬૮ ભંગ :- નવ નૈરયિકોના દ્વિસંયોગી આઠ વિકલ્પ થાય છે. યથા- ૧+૮, ૨+૭, ૩+s, ૪+૫, ૫+૪, ૬+૩, ૭+૨, ૮+૧.
આ આઠ વિકલ્પોને દ્વિસંયોગીની પદ સંખ્યા ૨૧ સાથે ગુણતાં ૨૧ x ૮ = ૧૬૮ ભંગ થાય છે.
ત્રણ સંયોગીના ૮૦ ભગ :- નવ નરયિકોના ત્રણ સંયોગી ૨૮ વિકલ્પ થાય છે. યથા