________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્યાયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) પ્રકૃતિની ભદ્રતાથી, (૨) પ્રકૃતિની વિનીતતાથી, (૩) દયાળુતાથી, (૪) અમત્સર ભાવથી તેમજ મનુષ્યાયુષ્ય કાર્મણશરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી મનુષ્યાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
૨૪૮
८३ देवाउयकम्मासरीर, पुच्छा ?
ગોયમા ! સાસનમેળ, સંગમાસંનમેળ, વાતતો મેળ, अकामणिज्जराए देवाउयकम्मासरीर जाव पओगबंधे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવ આયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) સરાગ સંયમથી, (૨) સંયમાસંયમ [દેશ વિરતિ]થી, (૩) અજ્ઞાન તપ કરવાથી, (૪) અકામનિર્જરાથી તેમજ દેવાયુષ્ય કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી દેવાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८४ सुभणामकम्मासरीर, पुच्छा ?
गोमा ! काउज्याए, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवायणजोगेणं सुभणामकम्मासरीरप्पओग णामाए कम्मस्स उदएणं सुभणाम कम्मासरीर पओगबंधे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શુભનામ કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! (૧) કાયાની સરળતાથી, (૨) ભાવની સરળતાથી, (૩) ભાષાની સરળ તાથી અને (૪) અવિસંવાદન યોગથી તેમજ શુભનામ કાર્યણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી શુભનામ કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે.
८५ असुभणामकम्मासरीर, पुच्छा ?
गोयमा ! कायअणुज्जुयाए, भावअणुज्जयाए, भासअणुज्जुयाए, विसंवायणा- जोगेणं असुभणाम-कम्मासरीर-प्पओग-णामाए-कम्मस्स उदएणं असुभणाम कम्मासरीर-पओगबंधे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અશુભ નામ કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) કાયાની વક્રતાથી, (૨) ભાવની વક્રતાથી, (૩) ભાષાની વક્રતાથી, (૪) વિસંવાદન યોગથી તેમજ અશુભ નામ કાર્યણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી, અશુભ નામ કાર્પણ શરીર પ્રયોગ બંધ થાય છે.