________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ચાલો આપણે પ્રથમ મૃતદેવતાને નમસ્કાર કરીએ. શ્રી ભગવતી જેવા અથવા કોઇપણ ગહન શાસ્ત્રોમાં જ્યારે ડૂબકી લગાવીએ ત્યારે દોર શ્રુતદેવતાના હાથમાં હોય છે. મૃતદેવતાને દોર સોંપ્યા વિના અથવા મૃતદેવતા આપણો દોર ન પકડે તો જેમ દોરી કપાયા પછી પતંગ નિરાધાર બની ગમે ત્યાં જઇ પડે છે પરંતુ જો મૃતદેવતા આપણી દોર સંભાળતા હોય, તો આપણે સુરક્ષિત રહી જ્ઞાનસાગરમાં કહો કે નીલગગનમાં કહો ગમે ત્યાં વિચરણ કરી શકીએ છીએ.
આજે આપણે આઠમાં શતકથી લઈને બાર શતક સમુદાય ઉપર વિવેચન કરી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના વિદ્વાન રત્નોએ આ શાસ્ત્રનો જે ખંડ તૈયાર કર્યો છે તેના ઉપર આમુખ લખવાની પ્રેરણા મળી છે. આ બધાં શતક ઘણાં ઘણાં રહસ્યમય ભાવોથી ભર્યા છે, તેમાં સામાન્ય બુધ્ધિથી કોઇપણ નિર્ણય લેવો, તે બહુ અનુકૂળ થઇ શકે તેમ નથી.
પરંતુ શાસ્ત્રકારે સ્વયં ભગવાન મહાવીરસ્વામીના શ્રીમુખથી પ્રશ્નના ઉત્તર રૂપ જે જે નિર્ણયો આપ્યા છે તે ઘણો નવો પ્રકાશ પાથરે છે. આ પ્રશ્નોની ખૂબી એ છે કે પ્રશ્નોના જવાબમાં શીધ્ર કોઇપણ તત્ત્વની વ્યાખ્યા કર્યા વિના તેમના ભેદ પ્રભેદનું વિવરણ કરવામાં આવે છે અને ઉત્તર રૂપે આવા ભેદ- વિભેદોથી સમજી શકાય છે કે પદાર્થનું વ્યાપક સ્વરૂપ હોવાથી એક પંકિત કે એક વાક્યમાં તેમનું નિર્વચન થઇ શકે તેવી સ્થિતિ નથી પરંતુ પદાર્થની અંદર રહેલા ઘણાં ઘણાં ભેદ અને વિભેદના કથનથી તે પદાર્થની ઊંડાઇ અને તેમનું વ્યાપક સ્વરૂપ નજર અંદાજ થાય છે. આ આખી શૈલી નિરાલી છે.
આ ખંડ પાંચ શતક ઉપર તૈયાર કરવામાં આવ્યો છે. આઠ, નવ, દસ, અગિયાર અને બાર. આઠમા શતકના પ્રારંભમાં એક વિશ્વ વ્યાપી ત્રિયોગ ઉપર અદ્ભુત પ્રકાશ પાથરીને સમગ્ર વિશ્વનું કર્તુત્વ, મિશ્ર કર્તુત્વ અને અકર્તુત્વનો ખ્યાલ આપી તે ભાવોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.