________________
[ ૧૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! तस्स णं एवं भवइ- णो मे माया, णो मे पिया, णो मे भाया, णो मे भगिणी, णो मे भज्जा, णो मे पुत्ता, णो मे धूया णो मे सुण्हा; पेज्ज बंधणे पुण से अवोच्छिण्णे भवइ, से तेणटेणं गोयमा ! जाव णो अजायं चरइ । ભાવાર્થ:- પ્રશ્ન- (જો શીલવ્રત આદિ સાધનાકાલમાં શ્રાવકની પત્ની “અપત્ની થઈ જાય છે, તો) હે ભગવન્! આપ તેમ શા માટે કહો છો કે તે પુરુષ તેની પત્નીને ભોગવે છે, અપત્નીને નહીં?
ઉત્તર- હે ગૌતમ ! શીલવ્રત યાવતુ પૌષધની સાધના સમયે તે શ્રાવકના મનમાં એવા પરિણામ હોય છે કે માતા મારા નથી, પિતા મારા નથી, ભાઈ મારા નથી, બેન મારી નથી, પત્ની મારી નથી, પુત્ર મારા નથી, પુત્રી મારી નથી, પુત્રવધૂ મારી નથી, તેમ છતાં આ સર્વ પ્રતિ તેનું પ્રેમનું બંધન તૂટયું નથી, તેથી હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે તે પુરુષ તે શ્રાવકની પત્ની સાથે દુરાચરણ કરે છે. શ્રાવકની પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથે દુરાચરણ કરતો નથી. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં સામાયિક–પૌષધની સાધનામાં રહેલા શ્રાવકની ત્યાગ મર્યાદા અને મનોદશાનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સીતવય :- શીલવ્રત-અહિંસાદિ પાંચ અણુવ્રત શીલવતરૂપ છે. ગુણવય :- દિશાપરિમાણ આદિ ત્રણ ગુણવ્રત છે. વેરળ - સાવધયોગ-પાપકારી પ્રવૃત્તિની વિરતિ. શીલવ્રત કે ગુણવ્રતના ગ્રહણમાં પાપકારી પ્રવૃત્તિનો સર્વથા વિરામ થતો નથી. તેથી સૂત્રકારે વેરમણ શબ્દનો પ્રયોગ કર્યો છે. પરીખ ઃ- નવકારશી આદિ ઉત્તરગુણના પ્રત્યાખ્યાન. પોરદાવવા :- પૌષધોપવાસ-ઉપવાસ સહિત પૌષધવ્રતની આરાધના.
શીલવ્રત, ગુણવ્રત આદિનો સ્વીકાર કર્યો હોય તેવા શ્રાવક પોતાની મર્યાદા અનુસાર અનુકૂળ સમયે સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને સામાયિક કે પૌષધવ્રતની આરાધના કરતા હોય છે. ત્યારે તે સાંસારિક પ્રત્યેક વસ્તુને છોડીને આત્મભાવમાં સ્થિત થાય છે. તે સામાયિકમાં સ્થિત હોય ત્યાં સુધી તેની પ્રત્યેક વસ્તુ કે સ્વજનો આદિ તેના માટે અવસ્તુ બની જાય છે. પરંતુ તેનો આ ત્યાગ સામાયિકના કાલ પર્યત અલ્પકાલિક છે. તેમજ તેના પ્રત્યાખ્યાન નવ કોટિએ નથી. તેથી તેણે સંપત્તિ પર અનુમતિરૂપઅનુમોદનારૂપ મમત્વના ભાવને સર્વથા છોડ્યો નથી. મમત્વભાવથ વાનુમતિ હવાવિતિય તેમજ સામાયિકમાં હોવા છતાં તેનો પારિવારિક સંબંધ સર્વથા તૂટ્યો નથી, તેનો સ્ત્રી, ધન વગેરે પરનો માલિકીભાવ મુક્ત થયો નથી. માટે સામાયિક પૂર્ણ થયા પછી તે શ્રાવક સ્ત્રી કે ધન વગેરે વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરે છે, તેમ કહેવાય છે.