________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૮ : ઉદ્દેશક-પ
આજીવ
સામાયિકમાં સ્થિત શ્રાવકની પરિગ્રહ મર્યાદા - | १ रायगिहे जाव एवं वयासी- आजीविया णं भंते ! थेरे भगवंते एवं वयासी- समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ भंडं अवहरेज्जा, से णं भंते ! तं भंडं अणुगवेसमाणे किं सयं भंडं अणुगवेसइ, परायगं भंडं अणुगवेसइ ? ___ गोयमा ! सयं भंडं अणुगवेसइ, णो परायगं भंडं अणुगवेसइ । ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાનને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! ગોશાલકના શિષ્યોએ સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું કે– સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલા કોઈ શ્રાવકના વસ્ત્ર આદિ સામાનનું કોઈ અપહરણ કરી જાય, (સામાયિક પૂર્ણ થયા પછી સામાયિક પારીને) તે શ્રાવક તે વસ્ત્રાદિ સામાનનું અન્વેષણ કરે, તો તે શ્રાવક શું પોતાના સામાનનું અન્વેષણ કરે છે કે અન્યના સામાનનું અન્વેષણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે (શ્રાવક) પોતાના સામાનનું અન્વેષણ કરે છે. અન્યના સામાનનું અન્વેષણ કરતા નથી. | २ तस्स णं भंते ! तेहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं से भंडे अभंडे भवइ ? गोयमा ! हंता भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શીલવ્રત-પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત તથા પાપકારી પ્રવૃત્તિથી વિરત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં સ્થિત શ્રાવકનો તે અપહરણ કરાયેલો સામાન-ભાંડ શું તેના માટે અભાંડ થઈ જાય છે, શું તે સામાન પોતાનો રહેતો નથી ?
ઉત્તર- હા, ગૌતમ! શીલવત યાવતુ પૌષધયુક્ત સાધનામાં તે ભાંડ તેના માટે અભાંડ બની જાય છે અર્થાત્ સાધના કાલમાં તે સામાન પોતાનો રહેતો નથી. | ३ सेकेणं खाइ णं अटेणं भंते ! एवं वुच्चइ- सयं भंडं अणुगवेसइ णो परायगं