________________
[ ૧૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પગથી, આંગળીથી, સળીથી, કાષ્ઠથી અથવા લાકડીના નાના ટુકડાથી થોડો સ્પર્શ કરે, વિશેષ સ્પર્શ કરે, થોડું ઘસે અથવા વિશેષ ઘસે અથવા કોઈ તીક્ષ્ણ શસ્ત્ર સમૂહથી થોડું છેદે અથવા વિશેષ છેદે અથવા અગ્નિકાયથી તેને બાળે, તો તે શું જીવપ્રદેશોને અલ્પ કે અધિક બાધા-પીડા ઉત્પન્ન કરી શકે છે? અથવા તેના કોઈ પણ અવયવને છેદી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. તે અલ્પ પણ પીડા પહોંચાડી શકતા નથી કે અંગભંગ કરી શકતા નથી કારણ કે તે જીવપ્રદેશો પર શસ્ત્ર આદિની અસર થતી નથી. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિક શરીર રહિત આત્મપ્રદેશોને શસ્ત્રની અસર થાય છે કે નહીં ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
કોઈ પણ જીવના શરીરના કોઈ અવયવો કપાય જાય કે તેના ટુકડે ટુકડા થઈ જાય તો પણ બે ટુકડાની વચ્ચેનો ભાગ કેટલાક સમય સુધી આત્મપ્રદેશોથી સ્પષ્ટ હોય છે. તે આત્મપ્રદેશો તૈજસ, કાર્પણ શરીરયુક્ત હોય છે. તેને કોઈ પણ શસ્ત્ર છેદન, ભેદન કેદહન કરી શકતું નથી. કારણ કે તૈજસ-કાર્પણ શરીર પૌગલિક હોવા છતાં સુક્ષ્મ છે. તેથી તેના પર શસ્ત્રની ગતિ થતી નથી અને કોઈપણ શસ્ત્ર તેને પીડા પહોંચાડી શકતા નથી. રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં ચરમત્વ-અચરમc:|८ कइ णं भंते ! पुढवीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ पुढवीओ पण्णत्ताओ, तं जहा- रयणप्पभा जाव अहेसत्तमा, इसीपब्भारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીઓ આઠ છે, તે આ પ્રમાણે છે– રત્નપ્રભા પૃથ્વીથી અધઃસપ્તમા(તમસ્તમા) પૃથ્વી અને ઈષપ્રાગભારા (સિદ્ધશિલા) | ९ इमाणं भंते ! रयणप्पभापुढवी किं चरिमा अचरिमा? गोयमा ! चरिमपदं णिरवसेसं भाणियव्वं । जाव वेमाणिया णं भंते ! फासचरिमेणं किं चरिमा, अचरिमा ? गोयमा ! चरिमा वि अचरिमा वि ॥ सेवं भंते ! सेवं भंते॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વી ચરમ- અંતિમ છે અથવા અચરમ– મધ્યવર્તી છે? ઉત્તર- હે ગૌતમ ! અહીં પ્રજ્ઞાપના સૂત્રના દસમા ચરમ પદ પ્રમાણે સંપૂર્ણ કથન કરવું યાવત્ હે ભગવન્! વૈમાનિદેવ સ્પર્શચરમથી શું ચરમ છે કે અચરમ છે? ઉત્તર- હે ગૌતમ ! તે ચરમ પણ છે અને અચરમ પણ છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આઠ પૃથ્વીઓનું અને રત્નપ્રભાદિ પૃથ્વીઓના ચરમત-અચરત્વનું નિરૂપણ કર્યું છે.