________________
૧૨૨ ]
શ્રી ભગવતી સત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકાસ્થિક વૃક્ષો કયા-કયા છે?
- ઉત્તર- હે ગૌતમ! એકાસ્થિક(એક ગોઠલી-બીજવાળા) વૃક્ષોના અનેક પ્રકાર છે, જેમ કે લીંબડો, આંબો, જાંબુ વગેરે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યા અનુસાર બહુબીજવાળા ફળો સુધી કહેવું જોઈએ. આ રીતે આ બહુબીજકોનું વર્ણન થયું અને અસંખ્યાત જીવિક વૃક્ષોનું વર્ણન પણ પૂર્ણ થયું. [५ से किं तं अणंतजीविया ?
अणंतजीविया अणेगविहा पण्णत्ता, तं जहा- आलुए, मूलए, सिंगबेरेएवं जहा सत्तमसए जावसिउंढी मुसुंढी जे यावण्णे तहप्पगारा । सेत्तं अणंत-जीविया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંત જીવિક વૃક્ષો કયા-કયા છે?
ઉત્તર– હે ગૌતમ ! અનંત જીવિક વૃક્ષોના અનેક પ્રકાર છે, જેમ કે– બટેટા, મૂળા, આદુ આદિ. આ રીતે શતક-૭/૩માં કહ્યા અનુસાર ‘સિઉંઢી, મુસુંઢી' સુધી જાણવું જોઈએ. તેમજ અન્ય પણ તે પ્રકારના વૃક્ષોને અનંત જીવિક જાણવા. આ અનંત જીવિક વૃક્ષોનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારના વૃક્ષોનો પરિચય આપ્યો છે. સંખ્યાત જીવિક વૃક્ષ - જેમાં સંખ્યાત જીવ હોય તેને સખ્યાત જીવિક વૃક્ષ કહે છે. યથા
ताले तमाले तेतलि, साले य सारकल्लाणे । सरले जायइ केयइ, कदली तइ चम्मरुक्खे य ॥१॥ भुयरुक्खे हिंगुरुक्खे य, लवंगरुक्खे य होइ बोधव्वे ।
પૂથની ઉજૂરી, વોશબ્બા પારિત ય રા પ્રશા.પદ-૧ અર્થ- તાડ, તમાલ, તેતલિ(આમલી), સાલ, સારકલ્યાણ, સરલ, જાઈ, કેતકી, કદલી (કેળ) તથા ચર્મ વૃક્ષ, બુર્જ વૃક્ષ, હિંગુવૃક્ષ અને લવિંગવૃક્ષ, સોપારી, ખજૂર અને નાળિયેરીના વૃક્ષ સંખ્યાત જીવિક છે. અસંખ્યાત છવિક વૃક્ષ:- જેમાં અસંખ્યાત જીવ હોય તેને અસંખ્યાતજીવિક કહે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એકાસ્થિક અને અનેકાસ્થિક વૃક્ષોના કેટલાક નામો આપ્યા છે, તે આ પ્રમાણે છે–
णिबंब जंबु कोसंब, साल अंकोल्ल पीलु सलू य । सल्लइ मोयइ मालुय, बउल पलासे करंजे य ॥१॥ अत्थिय तेंदु कविटे, अंबाडग माउलुंग बिल्ले य । આમલન પણ લાહિર, આલ્વે ૩૨ વડે ય | પ્રજ્ઞા, પદ-૧