________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
મનુષ્યત્વ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ પુરુષાર્થ, આ ચાર અંગની પ્રાપ્તિ ઉત્તરોત્તર દુર્લભ, દુર્લભતર અને દુર્લભતમ દુર્લભ છે – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. અનંત - અનંત ભદ્રકર્મના ઉદયે જૈનધર્મ પ્રાપ્ત થાય છે. અને તેનાથી અનંત પુણ્યના ઉદયે શ્રુતસેવા કે શાસનસેવા કરવાની તક પ્રાપ્ત થાય છે. જૈનધર્મની સેવા કરવાથી પુનઃ જૈનધર્મ પ્રાપ્ત થાય છે.
કેશવજી શાહ પરિવારને જૈનધર્મ પ્રાપ્ત થયો છે અને શાસનસેવાના અને શ્રુતસેવાના કાર્ય દ્વારા આગામી ભવમાં ધર્મ પ્રાપ્તિના બીજ રોપી રહ્યા છે. કુટુંબમાં વડિલ સ્થાનીય કુસુમબેન પ્રવીણચંદ્ર શાહ સાધના-અનુષ્ઠાનોમાં રત છે. તો વડિલ પુષ્પાબેન કાંતિલાલ “સુમતિ મહિલા મંડળના પ્રમુખ સ્થાને રહી બહેનોના ધાર્મિક વિકાસમાં ક્રિયાશીલ છે. બાળકોને ધાર્મિક સંસ્કાર આપતા ચંદના સ્વાધ્યાયમંડળના પણ આધારસ્તંભ બની કુટુંબની શાન વધારી રહ્યા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ.ના કલકત્તા ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના સાંનિધ્યે ભગવાનની વાણી (આગમ)નું મહત્ત્વ જાણી, સમજી, અનુભવી પૂ. ગુરુદેવ પ્રત્યેની ભક્તિથી પ્રેરિત થઈને તેઓશ્રીના ૩૮ મા જન્મદિને શ્રી રમણભાઈ જગમોહનદાસભાઈ તથા શ્રી અનિલભાઈ જગમોહનદાસભાઈ આગમગ્રંથના શ્રુતાધાર બની શ્રુતસેવાના સહભાગી બન્યા છે. કેશવજી શાહ પરિવારની વ્યુતભક્તિને અનેકશઃ ધન્યવાદ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM