________________
HK
અંતે ૧૨ (બાર) ક્રિયાસ્થાન સેવનારાઓનું ભવભ્રમણ અને તેરમું ક્રિયા સ્થાન સેવનારની સિદ્ધિગતિની વાત જણાવી છે.
(૩)અધ્યયન : આહાર પરિશ્તા
સરળ ગુજરાતી ભાવાર્થ વિના
આના એક ઉદ્દેશમાં ચાર પ્રકારના બીજ- વનસ્પતિઓની ઉત્પત્તિઓનું કારણ અને અંતે સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વના જ્ઞાતા મુનિ ગુણોના ધારક બને છે એ વાત જણાવી છે.
(૪) અધ્યયન : પ્રત્યાખ્યાન
આના એક ઉદ્દેરામાં અપ્રત્યાખ્યાની આત્મા દ્વારા હંમેશાં પાપકર્મોનું ઉપાર્જન થાય છે તે જણાવી અંતે છ – કાય જીવોની હિંસાથી વિરક્ત મુનિ એકાંત પંડિત છે એમ જણાવે છે. (૫) અધ્યયન : આચારસૂત
આના એક ઉદ્દેશકમાં અનાચારનું સેવન ન કરવાનો ઉપદેશ આપી અંતે મોક્ષ પર્યંત ધર્મની આરાધનાની વાત કહી છે. (૬) અધ્યયન : આર્વકીય
આના એક ઉદ્દેશમાં ગોશાલક અને આર્દ્રકુમારના સંવરની વાત જણાવી છે. (૭) અધ્યયન : નાલંદીય
આના એક ઉદ્દેરાકમાં રાજગૃહી નગરીનું ઉપનગર નાલંદા છે તેમાં ગાયાપતિના ધાર્મિક જીવનનું વર્ણન કરી પાર્શ્વપત્ય પેઢાલપુત્ર તથા ગૌતમ નો સવાંદ છે. અંતે ભગવાન મહાવીર સ્વામી પાસે પેંઢાલપુત્ર પંચ મહાવ્રત સ્વીકાર કરે છે. તે સાથે આ અંગ પૂર્ણ થાય છે.
XX
આગમ – ૩
દ્રવ્યાનુયોગ પ્રધાન સ્થાનાંગ સૂત્ર - ૩
અન્યનામ : ઠાણ - સ્થાન.
શ્રુતસ્કંધ
સ્થાન ઉદ્દેશક
પદ
-૧૦
-૨૧
૧૨,૦૦૦
- ૩૭૦૦ શ્લોક
---૭૮૩ ---૧૬૯
ઉપલબ્ધ પાઠ
ગદ્યસૂત્ર
પદ્યસૂત્ર
(ઠાણાંગ - સમવાયાંગના જ્ઞાતા શ્રુતસ્થવિર કહેવાય છે. )
શ્રુતસ્કન્ધ
(૧) પ્રથમ સ્થાન
પ્રથમ ઉદ્દેશમાં આત્મા, દંડ, ક્રિયા, લોક વગેરે અલગ અલગ પદાર્થોનું એક એક દષ્ટિકોણથી વર્ણન કરી અંતે પુદ્ગલનું વર્ણન કર્યું છે. (૨) દ્વિતીય સ્થાન
પહેલા ઉદ્દેશકમાં લોકમાં બે પ્રકારના પદાર્થો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એના મુખ્ય મુદ્દા : જીવ- અજીવ છે, એમાં જીવના સયોનિ – અયોનિ અને અજીવમાં ધર્મ- અધર્મ વગેરેનું વર્ણન, ક્રિયાવિચારમાં બે પ્રકારની ક્રિયા, જ્ઞાનના બે ભેદો, સંયમના બે પ્રકારો અને અંતે દિશાવિચારની વાત જણાવી છે.
બીજા ઉદ્દેશકમાં ચોવીસ ઠંડકોમાં વેદના વગેરે ૧૯(ઓગણીસ) વસ્તુઓનું વર્ણન કરી, લોકમાં બે પ્રકારના આત્માની વાત જણાવી છે. અંતે ભક્તપતિ આદિ ૫ોત્પન્ન અને કલ્પજાત એમ બે પ્રકાર બતાવ્યા છે.
ત્રીજા ઉદ્દેશકમાં શબ્દના બે પ્રકારોથી શરુ કરી વિવિધ વસ્તુઓનું વિસ્તૃત વર્ણન કરી અંતે ગ્રેવેયક દેવોની ઊંચાઈની વાત જણાવી છે.
ચોથા ઉદ્દેશકમાં પચાસ સમય- બાધક નામ જણાવી અંતે બે ગુણ હોય એમ રુક્ષ પુદ્ગલો અનંત છે તેનું વર્ણન કરેલું છે. श्री आगमगुणमंजूषा ७ ******** OR