________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલન આસ્વાદ
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવ પંન્યાસજી શ્રી પદ્મસાગરજી મહારાજનો ચિરસ્મરણીય સંપર્ક મુંબઈમાં સધાયો. તેમનાં રસ ઝરતાં, તત્વ ને સત્ત્વને સમાવેશ કરતાં, પુરુષ સમાન કમળ, ને સૌરભયુક્ત હિંદી વાણીમાં વ્યાખ્યાને સાંભળવા એક અને અનન્ય હાવો છે. તે વ્યાખ્યામાંથી ચૂંટાયેલ વિચારો “ચિંતનની કેડી”માં પથરાયા, પરંતુ તે કેડીએ જનારની આધ્યાત્મિક ભૂખ સંતોષવા આ
પાથેય” પ્રકાશિત થાય છે. તેનો આસ્વાદ લેવાને અમૂલ્ય રહા મને મળવા બદલ પૂજ્યશ્રીને હાર્દિક આભાર માનું છું. મુંબઈમાં હિંદીમાં અપાયેલાં વ્યાખ્યાનો ગુજરાતીમાં ટાઈપ થયેલા. તેમાંથી યત્કિંચિત્ વાનગી પસંદ કરી “પાથેય”માં સંગ્રહિત કરી છે. તેઓશ્રીનાં વ્યાખ્યાન એટલે મંત્રમુગ્ધ કરે તેવી વાંસળીનું મીઠું મધુરું સંગીત. તે સાંભળતાં કલાક તે મિટિ બની જાય છે. તેમાંથી નાની મોટી વાનગી લેવાની ને સંકલન કરવાની અમીકૃપા પ્રાપ્ત કરવા સદ્દભાગી બન્યો તે બદલ પૂજ્યશ્રી ગુરૂદેવને તથા પ્રકાશકને અત્યંત ઋણી છું. આ સંકલન કરતાં જે કાંઈ ગુટી રહી ગઈ હોય તે બદલ પૂજ્યશ્રીની ઉદાર ક્ષમા યાચી વિરમું છું. “૧૬, શત્રુંજ્ય સોસાયટી, પાલડી.
લાલચંદ કે. શાહ અમદાવાદ ૩૮૦ ૦૦૭,
૩-૧૨-૭૬
વિનય
For Private And Personal Use Only