________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
એટલે ૧૦૦૧ ડોલર કેમ માગ્યા? તે એન્જિનિયર જવાબ આપે : “હથોડા મારવાની કિંમત એક ડોલર અને બુદ્ધિની (દષ્ટિની) કિમત ૧૦૦૦ ડોલરની છે !”
જે લોકો આગળ આવ્યા છે, તેમની પાસે જ્ઞાન અને દષ્ટિ બને હોય છે. પાછળ રહી ગયેલાઓની પાસે ફક્ત જ્ઞાન હોય છે. જ્ઞાન જગતને કામ લાગે છે, જ્યારે દષ્ટિ આત્માને કામ લાગે છે.
પિતાની અંદર રહેલે દષ્ટિનો અભાવ માણસને કદાગ્રહી બનાવે છે.
દૃષ્ટિવાળો માણસ દુઃખ જોઈને ગભરાય નહીં અને સુખમાં મલકાય નહીં. બીજાના દુઃખમાં કરુણ અને પિતાના દુઃખમાં હિંમત રાખે છે.
દષ્ટિ વગરનું જ્ઞાન નકામું છે.
આપણને ફોતરાં બહારથી દેખાય છે, પણ અંદરનું સત્વ દેખાતું નથી. જ્યારે દષ્ટિ આવી જાય ત્યારે અંદરનું સત્ત્વ દેખાય છે. કેમેરાથી માણસને બહાર દેખાવ આવે છે, જ્યારે એકસ–રેમાં માણસની અંદરનો રેગ દેખાય છે. એકસ-રે એટલે અંતરની દષ્ટિ, જ્યારે કે મેરે એટલે બાહ્ય દષ્ટિ. ખરેખર રોગ તે અંતરનો છે.
૪૩
For Private And Personal Use Only