________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
ભરતને યુદ્ધ થવાનું કારણ “ અહમ ” હતા. અહમથી આપણે સંસારમાં રખડી રહ્યા છીએ.
માણસને દુઃખનું કારણ તેની અકડાઈ છે.
ચોમાસામાં સરિતામાં પૂર આવતાં અક્કડ વૃક્ષે તણાઈ જાય છે, પણ નેતરનાં વૃક્ષ નમી જાય છે, તેથી તે તણાતાં નથી. તેનામાં વળવાની આવડતથી પોતાનો નાશ ન વહરતાં પૂર ખલાસ થતાં પાછાં ઊભાં થઈ જાય છે.
જગતમાં મેહનું અને ધર્મનું તત્વ મુખ્ય છે. મેહુનું તત્ત્વ અમંગળમય છે. ધર્મનું તત્ત્વ મંગળમય છે.
મેહ રાજાનું સામ્રાજ્ય “અહમ’ અને ‘મમ ઉપર જ રહેલું છે.
“અહમ તત્વથી સાંભળવું ગમતું નથી, બલવું ગમે છે.
છે આત્માની તાકાત તે અંદરથી જ આવે છે, અને ! છે શરીરની તાકાત તે બહારથી આવે છે. કેઈ આગ છે છે અને તે આપણે શીતળ જળ બનીને ઠંડક આપ- છે છે વાની છે.
For Private And Personal Use Only