________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ ૪ શ્રુતજ્ઞાન
જે પુસ્તકમાં લખાયેલું છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. કાગળ પર લખાયેલ પણ શ્રુતજ્ઞાન કહેવાય. જ્ઞાની મિથ્યા શ્રુતને સમ્યકત્વ મૃત બનાવે છે અને અજ્ઞાની સમ્યકત્વને મિથ્યાત્વ મૃત બનાવે છે.
જેને સંસાર ગમે છે, તે સારામાંથી પણ ખરાબ ગ્રહણ કરે છે અને જ્ઞાની તે ખરાબમાંથી પણ સારું શોધે છે. વિનય અને ગુરુગમ્યથી મેળવેલું જ્ઞાન સાચું છે. જેમાં સ્વાદુવાદ હોય, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. એકાંતવાદને શ્રુતજ્ઞાન ન કહેવાય. બીજામાં પણ સત્ય છે તેનું દર્શન કરવું તે શ્રુતજ્ઞાન છે.
કેવળજ્ઞાનથી થતજ્ઞાન ચઢી જાય છે, કારણકે કેવળતે માણસની સાથે ચાલ્યું જાય છે, શ્રી મહાવીર ભગવાન મોક્ષે ગયા, તેમની સાથે તેમનું કેવળ જ્ઞાન ચાલ્યું ગયું, પણ શ્રુતજ્ઞાન તો રહેવાનું છે. માટે શ્રુતજ્ઞાનને બોલતું કહેવામાં આવે છે, એટલે આપણે કૃતજ્ઞાનની પૂજા કરીએ છીએ. દા. ત., જ્ઞાનપંચમી. કોઈપણ વસ્તુ મેળવવી હોય હોય તે તેના પ્રત્યે આદર જોઈએ, અનાદર કરવાથી જ્ઞાન ચઢતું નથી. આપણે ક્રિયાને સમજીએ છીએ, પણ આચારને ભૂલી જઈએ છીએ.
For Private And Personal Use Only