________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
જીવન વિકાસનાં વિસ સોપાન જે ગુરુ બનવા ઈચ્છે છે તેણે સ્વયં પૂરતું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેથી કોઈ પ્રશ્નોનું સમાધાન કરી શકે.
એક શાળા નિરીક્ષક હતા તે એક શાળામાં નિરીક્ષણકાર્ય માટે ગયા, ત્યાં તે એક અભ્યાસખંડમાં ગયા. તેમના આદરમાં સૌએ ઊભા થઈ નમસ્કાર કર્યા તેમણે હાથના સંકેતથી સૌને બેસવાનો આદેશ આપ્યો. પોતાની બેઠક પર બેસીને તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો “શીવ ધનુષ કોણે તોડ્યું હતું ?'
સઘળા વિદ્યાર્થીઓ એકબીજાના મુખ સામે જોવા લાગ્યા. નિરીક્ષક – બરાબર વિચાર કરો, યાદ કરો, જેને ખબર હોય તે પોતાનો હાથ ઊંચો
કરે.
છતાં કોઈ વિદ્યાર્થીએ હાથ ઊંચો ન કર્યો. આથી નિરીક્ષકે એક મોટા વિદ્યાર્થીને ઊભો કરી કહ્યું. ““તું કહે કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું હતું ?”વિદ્યાર્થીએ ભયભીત થઈને કહ્યું “સાહેબ મેં તોડ્યું નથી અને કોણે તોડ્યું તે મને ખબર પણ નથી. જો મને ખબર હોત તો હું આપને તેનું નામ જરૂર બતાવી દેત.
નિરીક્ષકે અધ્યાપક પ્રત્યે પ્રશ્નસૂચક નજરે જોયું. અધ્યાપક પણ મુંઝાયા, તેની તો નોકરીનો સવાલ હતો. તેણે કહ્યું “સાહેબ ! વર્ગમાં કોઈ એવા ઉદંડ વિદ્યાર્થીઓ છે. તેમાંથી કોઈએ તોડ્યું હશે. હું તેની તપાસ કરીને કાલ સુધીમાં તેનું નામ તમારી પાસે રજૂ કરીશ હમણાં જ તેનો જવાબ હું આપી શકીશ નહિ.
નિરીક્ષક ખૂબ ખેદખિન્ન થઈ મુખ્ય અધ્યાપકના કાર્યાલયમાં ગયા તેણે સન્માનપૂર્વક પોતાની ખુરશી ખાલી કરી નિરીક્ષકને બેસાડ્યા. નિરીક્ષકે કહ્યું કે તમારી શાળાનું સ્તર ખૂબ નીચું ગયું છે.
મુખ્ય અધ્યાપક - “જી હા સાહેબ ! હજી પણ જો સરકાર શાળાની સુધારણા માટે સહાય નહિ કરે તો શાળાભવનનું મકાન તૂટી જવાનો સંભવ છે.
નિરીક્ષક – “અરે ભાઈ! હું તો અભ્યાસના સ્તરની વાત કરું છું. એક વર્ગમાં મેં સાધારણ સવાલ પૂછયો પણ તેનો જવાબ કોઈ આપી શકયું નહિ.
મુખ્ય અધ્યાપક - હા સાહેબ ! તમે જે સવાલ પૂછતા હતા તે મારા સાંભળવામાં આવ્યો છે. તે શિવધનુષ આપનું હતું તે આપને બહુ પ્રિય હતુ ?”
નિરીક્ષક – “એ શિવધનુષ સાથે મારે કોઈ સંબંધ નથી, મારે તો તે
For Private And Personal Use Only