________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
યુધિષ્ઠિરનો ઉત્તર સાંભળી ગુરુજી અત્યંત પ્રસન્ન થયા બાળપણમાં મળેલા આવા સંસ્કારોને આચરણમાં ઉતારીને તે “ધર્મરાજા યુધિષ્ઠિર” નામે પ્રસિદ્ધિ પામ્યા.
એકવાર મહંમદ સાહેબ પોતાના શિષ્ય સમુદાય સાથે દૂરના પ્રવાસથી આવતા હતા. ગામ બહાર તેઓ આરામ કરી રહ્યા હતા, તે સમયે ત્યાંથી કોઈ વ્યક્તિની શબયાત્રા નીકળી. મહંમદ સાહેબ ત્વરાથી તેના સન્માનમાં ઉપસ્થિત થઈ ગયા.
શિષ્યોએ કહ્યું, હજરત ! આ તો કોઈ યહૂદીની સ્મશાન યાત્રા છે મહંમદ સાહેબે તરત જ જવાબ આપ્યો કે યહૂદી હોવાથી તે શું મનુષ્ય નથી ? તેનું સન્માન કરીને તેમણે સકળ માનવજાતિનું અને માનવતાનું સન્માન કર્યું. મહાપુરુષો પર આચરણનું અધિક ઉત્તરદાયિત્વ છે. કારણ કે સામાન્ય જનતા તેમનું અનુસરણ કરતી હોય છે.
૮. ઈર્ષા સ્પર્ધાળુ સજ્જનો!
એક અપેક્ષાએ ઈર્ષા અને સ્પર્ધાનું સ્વરૂપ અન્યોન્ય મળતું જણાવે છે છતાં તેમાં એવું અંતર છે કે જેનું અંતર મીઠા અને સાકરમાં હોય છે. અન્યનું સુખ જોઈને અંતરદાહ થવો તે ઈર્ષા છે. સ્પર્ધામાં વ્યક્તિ અન્યની સમાન બનવાનો પ્રયાસ કરે છે. અન્યના જેવા ગુણવાન ધનવાન, કે પ્રતિષ્ઠાવાન થવાનો યથાર્થ પ્રયાસ કરવો તે ગુણ છે.
જેમ ક્રોધ કરવાથી ક્રોધી વ્યક્તિનું રક્ત બળે છે. તે પ્રકારે ઈષ્ય કરવાથી ઈર્ષાળુનું રક્ત બળે છે અને મનથી દુઃખ વેઠે છે. વળી પોતાનું દુઃખ દૂર કરવા તે ઈર્ષાને કારણે સુખી વ્યક્તિને દુઃખ પહોંચે તેવો પ્રયાસ કરે છે. એથી પોતે દુઃખી થાય છે અને અન્યને પણ દુઃખી કરે છે. આ એક ભયંકર દુર્ગુણ છે તેનો ત્યાગ કરવો અત્યંતાવશ્યક છે.
ઉત્તમ હેતુ હોય તો તે ઈર્ષા કથંચિત સ્પર્ધારૂપ છે સ્પર્ધા કરવી પણ તેના ફળમાં ઈર્ષા ના કરવી.
કોઈ પુરુષાર્થીએ સુખ સામગ્રી પ્રાપ્ત કરી હોય તો તેના ગુણનો વિચાર કરવો કે તેણે કેવી બુદ્ધિકુશળતા અને પરિશ્રમ દ્વારા સુખસામગ્રી પ્રાપ્ત કરી છે ? મારે પણ સુખસામગ્રી પ્રાપ્ત કરવા તેની જેમ પરિશ્રમ કરવો જોઈએ. તેના બદલે જે અન્યની સંપત્તિ ઉપર લોભવશ તે પડાવી લેવાનો પ્રયત્ન કરનાર ઈર્ષાળુ હોય છે, કે અમાનુષી હોય છે. ઈર્ષાભાવથી બચવા માટે જીવનમાં સાદાઈ કેળવવી જોઈએ.
For Private And Personal Use Only