________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
મોક્ષમાર્ગ
સ્વામી રામકૃષ્ણને ગંભીર બીમારી હતી. તેઓ ડોકટરની સારવાર લઈ રહ્યા હતા. એક બેરિસ્ટરે તેમને પૂછ્યું કે તમે તમારા યોગબળથી રોગ મુક્ત ન થઈ શકો?
સ્વામી રામકૃષ્ણ : – હું એટલો મૂર્ખ નથી કે ઘી રાખમાં ઢોળી નાંખુ ? વર્ષોની આત્મસાધના આ નશ્વર દેહને ટકાવવા લૂટાવી દઉં ? સર્વ સાધકોએ સમજવું જોઈએ કે સાધના આત્મ કલ્યાણ માટે છે, મોક્ષ પ્રાપ્તિ એ જ લક્ષ્ય હો. શારીરિક સુખને માટે નહિ.
मुक्तिमिच्छसि चेतात, विषयान्विषवत्त्यज ॥ છે તાત! જો તું મુક્તિ ચાહતો હોય તો વિષયોના વિષનો ત્યાગ કર.
विषस्य विषयाणां हि दृश्यते महद्न्तरम् । उपभुक्त विषं हन्ति
विषया स्मरणादपि વિષ અને વિષયોમાં બહુ જ અંતર છે. વિષ ખાવાથી મૃત્યુ નીપજે છે પણ વિષયના સ્મરણ માત્રથી મૃત્યુ થાય છે.
દીવાસળીની સળીમાં જ્યાં સુધી વસ્તુને બાળવાની શક્તિ હોય છે ત્યાં સુધી તેને ડબ્બીમાં રાખવી પડે છે. બાળવાની શક્તિ સમાપ્ત થયા પછી તેને મુક્ત કરવામાં આવે છે; તેવી રીતે મનમાં વિષયાસક્તિ કે રાગની આગ ઉત્પન્ન કરવાની શક્તિ હશે ત્યાં સુધી જીવ સંસારના બંધનમાં બંધાઈને મઝથી જીવશે. રાગની આગ સમાપ્ત થતાં બંધનથી મુક્તિ પ્રારંભ થાય છે.
બે પંડિતો ભાંગ પીને મથુરાથી વૃન્દાવન જવા ચાંદની રાતમાં નાવમાં બેસીને રવાના થયા. સવાર સુધી નાવને હલેસાં મારતા જ રહ્યા છતાં સવાર થતાં જોયું તો મથુરાના ઘાટ પર જ હતા. કારણ કે નાવનું ખીલે બાંધેલું લંગર છોડ્યું જ ન હતું. તે પ્રકારે મિથ્યાત્વરૂપ ગાઢ વિષયોની દોરી છોડ્યા વગર જન્મ જન્માંતરો તપશ્ચર્યા કરે, કષ્ટ સહન કરે તો પણ મુક્તિ પ્રાપ્ત ન થાય, પણ મુકિતનો માર્ગ પણ પ્રાપ્ત ન થાય.
જો રાજમહેલમાં પ્રવેશ કરવો હશે તો પ્રથમ દ્વારપાળને મળીને રજા મેળવવી પડે છે. મુક્તિ માર્ગમાં ચાર દ્વારપાળ બતાવ્યા છે.
मोक्ष द्वारे द्वारपाला - श्चत्त्वारः परिकीर्तिताः । शमो विचारः सन्तोष હતુર્થ સાધુસંક | યોગવાસિષ્ઠ
For Private And Personal Use Only