________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય તનતુંડ મહેનત કરનારને તે સમયે અંતરાયકર્મ યાદ નથી આવતું, ધર્મકાર્યમાં અંતરાયકર્મ યાદ આવે છે. કોઈ દિવસ નવકારશી ન કરનાર ધન પ્રાપ્ત કરવા માટે આયબીલ અઠાઈ કરવા તૈયાર થાય, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવા એક નાનું વ્રત પણ ન કરે.
આખું જીવન અનીતિથી પાપ કર્યું હોય અને છેલ્લે ધર્મ કરવા જાય તો ક્યાંથી થાય? આપણે આગ લાગ્યા પછી કૂવે છેદીએ છીએ, આપણે પહેલેથી જ નીતિ પ્રમાણે ધન ઉપાર્જન કરી ધર્મના સંસ્કાર આત્મામાં પાડીએ તે આવી સ્થિતિ ન થાય.
નીતિથી ધન ઉપાર્જન કરે તે સમૃદ્ધિ નોકર બનીને આવશે. એ ધનને ત્યાગવામાં વિલંબ થતું નથી. અનીતિનું ધન હોય તે ત્યાગવામાં વિંલંબ થાય છે.
પરમાત્માને આપણે ફેઈથકુલ બન્યા નથી. પરમાત્માને પ્રસન્ન કરી આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવો.
મનની પ્રસન્નતા તૃષ્ણાની કદી પણ તૃપ્તિ થતી નથી. તૃષ્ણાની તૃપ્તિ માટે સંતોષ જોઈએ. સુખદુઃખનો અનુભવ કરનાર મન છે, મન વગર કશું જ અનુભવાતું નથી. મન શાંત થયા વિના સુખ નહીં મળે. મનમાં અનેક કામનાઓ જાગે છે, તે
For Private And Personal Use Only