________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી જ્ઞાનેપયોગ. જ્ઞાન તે મૃત જ્ઞાન. તેને વારંવાર ઉપગ એટલે જીવનમાં આનંદ, શ્રુતમાં આનંદ, શ્રુતમાં એકાગ્રતા કર્મની નિજારાનું કારણ બને છે. અશુભ કર્મની અસર થતી નથી. શ્રતમાં એકાગ્રતા કેળવવાથી અશુભ કર્મના ઉદય હશે તેય ખબર નહિ પડે.
પ્રભુભક્તિ તે શ્રુતજ્ઞાન. પ્રવચન-શ્રવણ તે શ્રુતજ્ઞાન. પરમાત્મભક્તિ સંસારસાગર તરવાને સર્વશ્રેષ્ઠ માર્ગ છે. પાણી પર નાવ સહજ તરે છે. તેમ પરમાત્મભક્તિથી જીવનનૈયા સંસારસાગર પર સહજ તરે છે ને સાગરને પાર કરે છે.
પરમાત્મભક્તિથી શુભ નામકર્મ બંધ થાય છે. સમ્યગુદર્શનની શુદ્ધિ તે પરમાત્મભક્તિનું કારણ છે. એક કવિ કહે છે; હે પ્રભુ! તારી ભક્તિ મળે તે મોક્ષ પણ ન જોઈએ.
ભક્તિ મળી એટલે મોક્ષ આપોઆપ મળશે. એકકવિ કહે છે : હે પ્રભુ! મારે સ્વર્ગ ન જોઈએ. અપ્સરાએને સમુદાય ન જોઈએ. તારી ભક્તિ મળતી હોય તે નરકમાં જવાની ના નથી, પણ તારી ભક્તિને છેદ ન પડવો જોઈએ. સંસારને ક્ષય ન જોઈએ. કેઈ અન્ય પ્રાર્થના નથી કરતા. મુક્તિ–મેક્ષ ન જોઈએ. મારી એક માત્ર પ્રાર્થના છે કે તારા ચરણમાં મારી નાની શી ભક્તિ જ.
For Private And Personal Use Only