________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
જીવનને અરૂણદય.
મન
* શરીર ભલે ઊંઘતું હોય, બેઠું, આરામ કરતું હેય; પણ મનની ગતિ તે સતત ચાલુ જ હોય છે. એક ક્ષણ પણ થોભ્યા વિના હિંસા હોય, ભય, લાભ આદિની દેડમાં મન રત રહે છે. મન જયાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી સાચી શાંતિ મળવાની નથી, માટે મન ઉપર કાબૂ મેળવ, ને જેણે જીત્યું મૃત્યુ તેણે આખું જગત જીત્યું.
આચરણ * તમારામાં આચરણ હશે તેમ જ ઉપદેશની અસર પડશે. એક ભાષણકારે મોટી સભા માં અહિંસા પર જોરદાર પ્રવચન આપ્યું. ખિસ્સામાંથી પરસેવો લૂછવા રૂમાલ કાઢતાં સાથે ઇંડાં નીકળ્યાં ને સભામાં હાહાકાર મચી ગયે. આવા ભાષણકારથી લોકો પર ખરાબ અસર થાય છે.
ધર્મ * જે ધર્મમાં અહિંસા. સંયમ અને તપ નથી તે ધર્મ નકામો છે. જેમાં સત્ય નથી તે ધર્મ કોઈ કામનો નથી. ધર્મ તો માનવના અંતઃકરણને શુદ્ધ કરે છે.
For Private And Personal Use Only