SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય વાત - વિશ્વ સાહિત્યના ચોકમાં નજર કરીએ તો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષા જેવી અનેક ભાષામાં આદિકાળથી ઘણું ઘણું લખાયું છે. તેના વિષયો–ક્ષેત્રા પણ અનેકાનેક છે. સ્તુતિ-સ્તોત્ર ને સ્તવન પણ તેનું એક આગવું અને સુપેરે ખેડાયેલું ક્ષેત્ર છે. વેદ ગ્રંથોમાં પણ અનેક સ્તુતિડચા મળે છે. આ સ્તુતિ ગ્રહ, જેને કેન્દ્રમાં રાખીને તૈયાર કર્યો છે, તે ઋષભદેવની સ્તુતિ વેદમાં પણ મળે છે. સાહિત્યમાં સ્તુતિને સદા કુમારી કહી છે. જે તેને ઇરછે છે તેને તે વરતી નથી; જેને વરવા એ ઉત્સુક છે તે તેના પ્રત્યે નિરીહ છે. આદીશ્વર ભગવાનની ભિન્ન ભિન્ન કર્તા એ ભિન્ન ભિન્ન છેદમાં વિભિન્ન પ્રકારે કેવી સ્તુતિ કરી છે તે આ નાનકડા સંગ્રહમાં જોઈ શકાશે. આદીશ્વર ભગવાન અને સિદ્ધગિરિજી એ પરસ્પર ખૂબ સ કળાયેલા છે. એટલે આદીશ્વરની સ્તુતિ કરવાની વેળા આવે એટલે સિદ્ધગિરિ યાદ આવવાના જ, ને તે નિમિત્ત પામીને ગિરિરાજની પશુ સ્તુતિ થવાની. અહી ગિરિરાજની પણ સ્તુતિઓ મળે છે. બીજી તીથ કરની સ્તુતિ કરતાં આદીશ્વર ભગવાનની સ્તુતિ કરવામાં કવિઓને વધુ આનંદ તો એ આવે છે કે આદીશ્વર ભગવાનને જટી હતી, એક મૂઠી વાળ હતા, તેને કેન્દ્રમાં રાખીને ખૂબ કં૯૫નાઓ, ઉન્મેક્ષાઓ, ઉપમાઓ ‘ખૂબ છૂટથી પ્રયાજે છે. એ જ લટને કાઈ વેલડી કહે છે, કેઈક પોતાના લાંછન - રૂ૫ વૃષભને નીરવા માટેનું વાસ કહે છે–એમ ભિન્ન ભિન્ન કત્પનાઓ કરી છે. શ્રી કેસરિયાજી એ નામ પણ આ કેસરા એમના ખભે હાવાથી પડયુ; કાશ્મીર દેશમાં ઉત્પન્ન થાય છે તે કેસરને આ નામ સાથે નિસ્બત નથી એમ કેટલાક વિચારકે કહે છે. આ સ’ગ્રહમાં પૃ. ૮૮ ઉપર જે સમસ્યાપૂતિ છે તે નાંધપાત્ર છે “ નિરા સુખ તો શક્ટિોઢું કનૃતા’ એ એક પંક્તિ બે વાર વિભન્ન અર્થમાં પ્રયાજી છે, સંગ્રહ આવકીલાયક છે જ. જો તેમાં આવેલી મુદ્રણની અશુદ્ધિઓ યત્નથી નિવારાઈ હોત ને વિષમ શબ્દોના અર્થ આપ્યા હોત તો વિશેષ ઉપાદેય બનત. मुनि प्रद्युम्नविजय એક્ર શ્રુતાપાસક For Private And Personal use only
SR No.008691
Book TitleYugadi Vandana
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages149
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy