________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું મહેસાણામાં પન્યાસજી શ્રી અજીતસાગરજીના ધર્મો. પદેશથી ધર્મ પ્રવૃત્તિને સારે ઠાઠ જામે. પર્યુષણ પર્વમાં ચડાવાની ઉછામણમાં લગભગ પચાસ હજારની ઉત્પન્ન થઈ હતી. તેમજ પેથાપુરમાં શ્રી ઋદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયનસૂત્ર ધમકલ્પદ્રુમને ઉપદેશ આપ્યો અને ધર્મ જાગૃતિ સારી થઈ. ચોમાસું પૂર્ણ થતાં દ્ધિસાગરજી ગુરૂ મહારાજની સેવામાં આવ્યા.ત્યાં ગુરૂશ્રી પાસેથી અનેક શાસ્ત્રને અનુભવ અને દ્રવ્યાનુયેગને અનુભવ પ્રાપ્ત થયું. સંવત ૧૯૭૭માં ગુરૂ મહારાજ શ્રાવકને ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા તેવામાં મુળ વિજાપુરના વતની હાલમાં વડેદરા રહેતા મહેતા કાન્તીલાલ જેસીંગભાઈને કેશરીયાજીને સંઘ કાઢવાની ભાવના થઈ, તે બદલ ગુરૂદેવને વિનંતિ કરી. વિજાપુર સંઘની મંગલમય અનુમતિ મેળવી શુભ મુહુર્ત મહા સુદી ના દીવસે પ્રયાણ મુહુર્ત કર્યું. ગુરૂ મહારાજને પિતાના શરીર પ્રકૃતિ સારી ન જણાતાં પિતે વિનંતિ છતાં સાથે ન જતાં ત્રાદ્ધિસાગરજી તથા જયસાગરજીને સંઘ સાથે જવા આજ્ઞા કરી. ગુરૂ મહારાજે સંઘવી શ્રી કાન્તીલાલને પ્રભુ મરણમય મંગલિક સંભળાવી વિદાયગીરી આપી. ગામેગામ યાત્રા કરતાં કરતાં હીંમતનગર, રૂપાલ ટીંટોઈ સામલાજી નાગફણા પાર્શ્વનાથ વીંછુવાડા ડુંગરપુર વિગેરે તીર્થની યાત્રા કરતાં કરતાં શ્રી કેશરીયાજી બાષભદેવ પ્રભુની યાત્રા કરી દશ દિવસ ત્યાં સ્થિરતા કરી પ્રભુ પુજા ભક્તિ સહામીવાત્સલ્ય નવકારશી વિગેરે ધર્મકૃત્ય કરી ત્યાંથી પાછા ફરતાં છાણ, પાલ, પિસીના પાર્શ્વનાથ, ઇડર, દાવડ, આગલેડ થઈ તીર્થયાત્રા
For Private And Personal Use Only