________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું બેન મંગુબાઈને શુભ મુહુર્ત દિક્ષા આપી. ગણેશમલજીનું પન્યાસશ્રીજી અજીતસાગરજીના શિષ્ય તરીકે હેમેન્દ્રસાગરજી નામ રાખવામાં આવ્યું અને બેન મંગુબાઈને દિક્ષા આપી તેમને સુમતિશ્રીની શિષ્યા તરીકે સ્થાપી તેમનું નામ મનેહરશ્રીજી રાખવામાં આવ્યું હતું. વિજાપુર પ્રાંતિજ વિગેરે નગરના શ્રાવકો ત્યાં માસા માટે વિનંતિ કરવા આવ્યા હતા. તે અરસામાં અમદાવાદમાં શ્રાવિકા બેન પંજબાઈને ગુરૂશ્રીએ પિતાના હાથે દીક્ષા આપી તેને ઋદ્ધિશ્રીજીની શિષ્યા સ્થાપીને તેમનું નામ કંચનશ્રી રાખવામાં આવ્યું. શ્રાવકેની વિનંતીથી વિચાર કરી ગુરૂમહારાજશ્રીએ પન્યાસજી શ્રી અજીતસાગરજીને પ્રાંતિજ જવા આજ્ઞા કરી અને તેમણે વિજાપુર જવાનું નકકી કર્યું. શ્રી રંગસાગરજી તથા ઋદ્ધિસાગર, દેવેન્દ્રસાગરજીને અમદાવાદ રહેવાની આજ્ઞા ફરમાવી ગુરૂદેવશ્રીએ વિજાપુર તરફ વિહાર કર્યો.
પાનસરથી કલોલ, પેથાપુર વિગેરે ગામમાં વિહાર કરતા માણસા પધાર્યા. માણસા સંઘે ગુરૂદેવને પ્રવેશ મહોત્સવ કર્યો. ત્યાં જીવરાજ રવચંદની પુત્રી અમથીબાઈને દિક્ષાની ભાવને થએલી તે ગુરૂદેવ આગળ પ્રગટ કરી સંઘની સમ્મતી પૂર્વક જીવાભાઈએ કરેલા મહત્સવ પૂર્વક અમથીબેનને ગુરૂદેવે ભગવતી દિક્ષા આપી. સુમતીશ્રીની નિગ્યા તરીકે નામ અમૃત શ્રી શત્રું તેજ વખતે તેની સાથે મહેસાણાની શ્રાવકાબાઈને દિક્ષા આપી તેનું નામ મધુરશ્રી રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્યાંથી લદરા, આજેલ, પુંધરા મહુડી વિગેરે સ્થળોએ વિહાર કરતા ગુરૂદેવ વિજાપુર પધાર્યા.
For Private And Personal Use Only