________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૩૫ સાગરજીને શ્રાવકસંઘને ઉપદેશ આપવાની આજ્ઞા ફરમાવીતેથી શ્રીમાને શ્રીસુયગડાંગ સુત્રની વાચા આપવી શરૂ કરીને શ્રોતા
ને દ્રવ્યાનુયોગના અનુભવને સારે લાભ આપે. પર્યું. સણુપર્વમાં તપશ્ચર્યાઓ બહુ જ સારા પ્રમાણમાં થઈ એવી. તપશ્ચર્યાએ પ્રાયઃ આ પહેલાં તે ગામે થઈ જ નહિ હોય. એક તે ગુરૂશ્રી સુખસાગરજી પરમશાંત અને સરલ હદયી તેમજ તેમના શિષે પણ પરમ ભક્તિવાન વિનય વિવેકથી પૂર્ણ તેમજ શ્રી બુદ્ધિસાગરજી જેવા પૂર્ણગી તેમજ અધ્યાત્મ જ્ઞાનમાં અનુભવી શિષ્ય, પછી શ્રાવકે ઉપર અસર થાય તેમાં શું નવાઈ!
ચોમાસું પૂર્ણ કરી ગોધાવી તરફ વિહાર કર્યો. ત્યાં શ્રાવકોને ઉપદેશ આપી ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાની સ્થાપના કરાવી ત્યાંથી પુજય ગુરૂવરની સાથે અમદાવાદ પધાર્યા ત્યાં માસકલ્પ કરી ધર્મોપદેશ આપે. સંવત ૧૯૬૪ના માગસર સુદીપના દિવસે માણસાના વતની હમીરજી નામના રજપુતને ગુરૂશ્રી સુખસાગરજી મહારાજે દીક્ષા આપીને શ્રીબુદ્ધિસાગ૨જીના શિષ્ય કર્યા. તેમનું અમૃતસાગરજી નામ રાખ્યું. તે
વ્યાકરણમાં સિદ્ધહેમચંદ્ર લધુવૃત્તિને અભ્યાસ કરતા હતા, બહુ બુદ્ધિશાળી હતા. ત્યાંથી ગામે ગામ વિહાર કરતા માણસા પધાર્યા. ત્યાંથી દ્રા થઈ પ્રાંતિજ પધાર્યા. ત્યાં એક માસકલ્પ કરી જે ત્યાંની શ્રાવિકાએ દિક્ષાની ઉમેદવાર હતી. તેમને દિક્ષા આપી ત્યાંથી વિહાર કરતા પાછા લેદ્રા પધાર્યા ત્યાં વઢવાણ શહેરના રહેવાસી લક્ષ્મીચંદ નામને શ્રાવક કે જે વૈરાગ્ય થવાથી દીક્ષાને ઉમેદવાર તેને ગુરૂશ્રી
For Private And Personal Use Only