________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સંઘે કરેલા બહુમાન પૂર્વક પ્રવેશ મહોત્સવ સહ પધાર્યા. ગુરૂદેવના પધારવાથી પેથાપુર સંઘમાં અંદર અંદર કલહ હતે તે નાશ પામે. અને સંઘમાં એકમત થઈ ચારે માસ ધર્માનુષ્ઠાનની આરાધના થઈ. જે જે તકરારી કારણે હતાં તેનું ગુરૂદેવે સમજાવીને સમાધાન કરી આપ્યું. સંઘમાં આનંદ પ્રવર્ચે ગુરૂદેવના ઉપદેશથી શ્રાવકને આત્મજ્ઞાનને સારો અનુભવ થયે તથા ગુરુદેવની સાનિધ્યમાં ઇંદ્રોડાવાળા કૌશાશેઠે ઉજજમણું કરી લક્ષમીને લહા લીધે. ધર્માનુઠાન માટે એક મકાનની જરૂર હતી તે પેથાપુરના વતની હાલમાં આકેલા રહેતા શેઠ ચુનીલાલ દેસલચંદના પત્ની ગંગા સ્વરૂપ સીતાબાઈએ રૂા. ૧૫૦૦૦૧ ગુરૂદેવના ઉપદેશથી પેથાપુરમાં સંઘને અર્પણ કરી પુરૂ પાડયું તથા બીજા ધર્મ કાર્ય માટે સીતાડીનું મકાન બંધાવી આપ્યું. તેમજ ગુરૂદેવના ઉપદેશથી પેથાપુરથી શત્રુંજયની યાત્રાનો સંઘ કાઢયે અને તીર્થમાલ પહેરવાની ક્રિયા દ્ધિસાગરજીએ કરાવી.
પથા પુરમાં વિમળગ૭ સંઘની માંગણી મુજબ આઠ દિવસ વ્યાખ્યાન વાંચવા માટે દ્ધિસાગરજીને આજ્ઞા આપી સંતેષ પમાડ હતું. કાર્તિક માસમાં સુરતના વતની ઝવેરી જીવણભાઈ ધર્મચંદ પેથાપુર સહકુટુંબ ગુરૂદેવને વંદન કરવા આવ્યા હતા. ગુરૂશ્રીનો ઉપદેશ સાંભળીને સજોડે ચોથું વ્રત લીધું હતું. સંધમાં શ્રીફળની પ્રભાવના કરી હતી. ત્યાર પછી પેથાપુરવાલા ચાહના વેપારી મનસુખલાલ લલ્લુભાઈની ગંગા સ્વરૂપ પત્નીએ ગુરૂમહારાજને ધર્મોપદેશ સાંભળી લક્ષ્મીની અસારતા જાણે કેશરીયાજી બાષભદેવની યાત્રા માટે સ્પેશીયલ
For Private And Personal Use Only