________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
પણ પન્યાસને આચાર્યની આજ્ઞામાં રહેવું પડતુ હતુ. તપાચ્છના આચાર્યોની આજ્ઞા પ્રમાણે વિહ:ર વગેરે થતા હતા. શ્રી પદ્મવિજયજી, શ્રી રૂપવિજયજી અને શ્રી રત્નવિજયજી પન્યાસ પર્યન્ત પણ આ રીવાજ પણ કેટલેક અંશે શરૂ હતા, અમ આંભળવામાં આવે છે. શ્રી ૬પાધ્યાયજીએ પીત્તવસ્ત્ર ગ્રહણ કર્યા નહોતાં એમ કેટલાકનું માનવું છે. આ બાબતના નિર્ણય થવા માટે વિદ્વાનોએ મધ્યસ્થ દૃષ્ટિથી ચર્ચા કરવી જોઇએ. અઢારમા સૈકામાં તપાગચ્છના ભાનુ સમાન શ્રી ઉપાધ્યાયજીએ ગામેાગામ વિહાર કરીને જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી છે. તેમની કલમમાં અપૂર્વે ધર્મ રસની ધારાનો પ્રવાહ વહે છે. આગામેાના અનુસારે તેમને ઉપદેશ હતા. કેટલાક દિ’ગબરી તરફથી એમ કહેવામાં આવતું હતું કે અમારામાં જેવા શુભચદ્રાચાર્યે જ્ઞાનાર્ણવ ગ્રંથ છે તેવા શ્વેતાંબરમાં નથી. આ વાત શ્રી ઉપાધ્યાયજીના મનમાં ખુંચવાથી, ઉપાધ્યાયજી એ જ્ઞાનાર્જીવ નામના ગ્રંથ એવા સરલ બનાવ્યા કે જેથી દિગંબરીના નાનાર્ણવ કરતાં, તેમણે બનાવેલા જ્ઞાનાર્ણવ ઉત્તમ રોાભાને ધારણ કરવા લાગ્યા પણ શ્વેતાંબર જૈનાના કમભાગ્યે હાલ તેના પત્તા લાગતા નથી. જ્ઞાનાર્ણવ ગ્રન્થ જોવાની સાક્ષીએ તેમણે અન્ય ગ્રન્થોમાં લખા છે. આ ગ્રન્થની શેાધ કરવાની ઘણી જરૂર છે. ઉપાધ્યાયજીના મનમાં જૈનધર્મના ઉન્નતિ કરવાની ઘણી ઈચ્છા હતી. એક કિવદન્તીના આધારે અત્ર લખવામાં આવે છે કે ઉપાધ્યાયજીના મનમાં આનન્દધનજીની મુલાકાત લેવાની ઈચ્છા થઇ. આયુની યાત્રા કરીને શ્રીમદ્ આનોઁધનજી તે તેટલામાં આનન્દધનની શોધ કરવા લાગ્યા. આનન્દ્વનજી સાધુના સાથે સમાગમ. વેજે હતા. ઉપાધ્યાયજીએ શેાધ કરાવી તેમાં તે સફળતા પામ્યા. આબુની પાસેના ગામમાં એક વખત ઉપાધ્યાયજી કેટલાક યતિએ અને શ્રાવકેાની આગળ અધ્યાત્મની પ્રરૂપણા કરતા હતા. તે વાતને ખાનગીમાં આનન્દધનજીને ખબર પડતાં તેએ ગુપચુપ આવીને ત્રણ વર્ગની પાછળ ખેડા. ઉપાધ્યાયજીનું અધ્યાત્મ વ્યાખ્યાન સાંભળીને સભાએ મુક્ત કંઠે પ્રશંસા કરી. પણ પેલા મહાત્માએ માન ધારણ કરેલું દેખીને ઉપાધ્યાયજીની તેમના તરફ્ ટિ ગઈ. મારા વ્યાખ્યાનની પ્રસન્નતા કેમ ન જણાવી એવા ઉપાધ્યાયજીના મનમાં વિચાર આવ્યા. ઉપાધ્યાયજીના કહેવાથી તેજ ગાથાને અધ્યાત્મ અનુભવ પેલા મહાત્માએ પ્રરૂપ્યા, તેથી ઉપાધ્યાયનું મન ખુશ થયું. અને જાણ્યું કે અધ્યાત્મજ્ઞાનરસમાં ઝીલનાર આનન્દધન વિના આવા ઉત્તમ અનુભવ અર્થ કાઈ કરી શકે નિહ. તેથી તેમને વધુ પૃચ્છા કરતાં તેજ પ્રસન્ન વદનવાળા આનધન છે એમ ઉપાધ્યાયના મનમાં નિશ્ચય થવાથી તેમનેા બહુ સત્કાર કર્યો, અને તેમની અષ્ટપદી બનાવી. કેટલાક આનન્દ ધનની નિન્દા કરતા હતા, અને આનન્દધનનાં છિદ્ર દેખતા હતા. તે વાત ઉપાધ્યાયે સાંભળી હતી. ઈત્યાદિ વાયેાવડે પેાતાને ગુણાનુરાગ દેખાડયા. શ્રીમદ્ આનન્દધનજીએ પણ શ્રી ઉપા ધ્યાયજીના ગુણાનુરાગની અષ્ટપદી તે વખતે બનાવી હતી એમ સાંભળવામાં આવ્યું છે. કેટલાક વખતના સહવાસથી આનન્દધનજીના પાસેથી શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મજ્ઞાન સંબંધી પેાતાના અનુભવની વૃદ્ધિ કરી. અને ત્યારથી તેમણે સમાધિશતક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, જવિલાસ વગેરે ગન્થામાં અધ્યાત્મજ્ઞાનની અપૂર્વ ભાવનાએ લખી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે જઈ કેટલાક શ્રાવકા હાલ ખરા ધર્મપદેષ્ટા કોણ છે તે સબંધી પ્રશ્નો પુછતા હતા, અને કેાની પાસે ધર્મ વ્યાખ્યાન સાંભળવું ઇત્યાદિ પુછ્યા હતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ આનન્દઘનજી કહેતા હતા કે હાલમાં શ્વેતાંબર માર્ગમાં જૈનશાસનમાં શ્રીમદ્ યશે!વિજયજી ગીતાર્થ છે. અને તે જૈનાગમાના અનુસારે મેધ આપે છે. તેનું વ્યાખ્યાન
For Private And Personal Use Only