________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
દીપચંદ કરે છે. ગેડીપાર્શ્વનાથના દેરાસરનો વહીવટ શા. જનાશા પીતાંબર વાળા તથા ગોકળ રવચંદ કરતા હતા. હાલ શા. ગોકળભાઈ મલચંદ કરે છે.
વિજાપુરમાં પ્રથમ પ્રાચીન શ્રી પદ્માવતીના દેરાસરનો ઉપાશ્રય તથા શ્રીલહુડીપોશાળ કે જે ચિંતામણિના દેરાસર પાસે આવેલ છે. એ બે ઉપાશ્રય પ્રાચીન છે. વડીપેશાળના શ્રાવકે દશ પિરવાડ દેશાઈઓ, વીશા શ્રીમાલી તથા દશા શ્રીમાલીઓ છે. વડીશાળમાં છેલ્લામાં છેલ્લા, બુદ્ધિસુંદરજી અને રૂપસુંદરજી યતિ થયા. સં. ૧૮૩૫ લગભગમાં રૂપસુંદરજી વિદ્યમાન હતા. પદ્માવતીના દેરાસરની તથા ઉપાશ્રયનો તથા તેમના ગચ્છનો કારભાર દશાપોરવાડ દેશાઈઓ કરે છે. તથા વીશાશ્રીમાલીઓ કરે છે. અત્યાર સુધી વડીપોશાળના ગ૭ના વહીવટના ચેપડા દશા પોરવાડ દેશાઈના ત્યાં છે. વડીપોશાળમાં રૂપસુંદરજી મહાવિદ્ધાન થયા. તેમના ગુરુ બુદ્ધિસુંદરજી અને તેમના ગુરુ ફત્તેહસુંદર થયા. તેમના ગુરૂવંશમાં શ્રી નયસુંદરજી મહા કવિ થયા. તેમણે વિજાપુરમાં નળદમયંતીનો રાસ તથા રૂપસુંદર કુમાર વગેરેના રાસાઓ રચ્યા છે તે પૂર્વે જણાવ્યું છે. લહુડીશાળના ગચ્છમાં દેશીઓ, શાહનાં તથા વીશાશ્રીમાલીનાં ઘર છે તથા એક દશા પોરવાડનું ઘર છે. તપાગચ્છના લહુડીશાળ પછી શ્રીવિજ્યદેવસૂરિના ગચ્છને ઉપાશ્રય બન્યો છે. સં. ૧૬૭૨ -9૩ માં વિજયદેવસૂરિ અને આનંદસૂરિના વખતમાં વિજયદેવસૂરિ અને આનંદસૂરિના નામે દેવસૂર, આનંદસૂર ગચ્છ, પ્રગટયા, લહુડી પિશાળમાં શ્રીરત્નવિજયજીના શિષ્ય શ્રી અમૃતવિજયજી યતિજી સં. ૧૯૬૦ સુધી વિદ્યમાન હતા. તે સાલમાં તેમણે દેહોત્સર્ગ કર્યો. શ્રી શાંતિનાથના દેરાસર પાસે અણસુર ઉપાશ્રય છે. વિજયદેવસૂરિના નામને ઉપાશ્રય વિ. સં. ૧૭૨૫ પૂર્વે વિધમાન હતો. તે પછી અણસૂરને ઉપાશ્રય થયે. દેવસૂર અને અણુસૂરના ઉપાશ્રય પશ્ચાત દોશીવાડામાં સંવેગીનો સં. ૧૭૮૨ માં ઉપાશ્રય થયો, ત્યાં પન્યાસ સત્યવિજયના વખત પછી સંવેગી સાધુઓ ઉતરતા હતા. શ્રી પદ્મવિજયજી તથા ઉતવિમળના પક્ષના સંવેગી સાધુઓ ત્યાં ઉતરતા હતા. શ્રીહઠીભાઈની ધર્મશાળા સં. ૧૯૦૪ માં શરૂ થઈ અને સં. ૧૯૧૧ માં પૂર્ણ થઈ. સં. ૧૯૧૫ માં શેઠ હઠીસંગની પાછળ ધર્મશાળામાં નવકારશી થઈ. તેમાં ક્રિોદ્ધારક શ્રીનેમિસાગરજી મહારાજ ઉતરતા હતા. સં. ૧૮૬૨ માં શ્રીનેમિસાગરજી મહારાજનું ત્યાં પુસ્તક હતું તે અમોએ ત્યાંથી લીધું. દેશીવાડામાં એક સાધ્વીને ઉપાય છે. સુતારવાડામાં એક સાધ્વીને ઉયાશ્રય છે.
For Private And Personal Use Only