________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાપુર,
વિજાપૂરની પૂર્વે દેઢ ગાઉપર સાબરમતી નદી આવેલી છે. વિજાપુરની ઉત્તર ભાટાપલ્લી (લાડોલ) આવેલ છે. વિજાપુરની દક્ષિણે સુરખા, રણાસણ આવેલ છે. વિજાપુરને વિજયપુર વા વિદ્યાપુર કથવામાં આવે છે. સૂર્યવંશી વિજયરાજાએ વિજાપુર ( વિજયપુર ) વસાવ્યું હતું એમ ટોડ રાજસ્થાન
અને ફાર્બસ રાસમાળાથી સિદ્ધ થાય છે. દક્ષિણમાં નિઝામ સરકારના રાજ્યમાં વિજાપુર શહેર છે પણ તે અગિયારમા બારમા સૈકામાં વસેલું હેય એમ લાગે છે. વિજાપુરની આસપાસના પ્રદેશને સેલંકી રાજાઓના વખતમાં દંડાવ્ય ભાગ કહેવામાં આવતું હતું એમ જૂના દસ્તાવેજો, લેખેથી સિદ્ધ થાય છે. વિજાપુર સાબરમતીના કાંઠા પર આવેલું હોવાથી અર્થાત વિજાપુરથી દેઢ ગાઉના આશરે નદી આવેલી હેવાથી વિજાપુરની શોભામાં ર જાતને વધારે થાય છે. વિજાપુરની આસપાસ પૂર્વે રાયણ, આંબા, મહુડા, જાંબુવા, વગેરે વૃક્ષોની ઘણી ઝાડી હતી. મુસલમાન બાદહાહાના વખતમાં તે ઝાડીને કાપી નંખાવવામાં આવી હતી. વિજાપુરથી અગ્નિખૂણામાં સાબરમતી તટપર સંઘપુર ખડાયત-મહુડી એ બે ગામ આવેલાં છે. ખડાયત ગામ ઘણું પ્રાચીન હોવાના પુરાવા મળે છે. ખડાયતનને પૂર્વે પડાયતનપુર કહેવામાં આવતું હતું. ષડાયતનપર એક વખત માળવાના રાજા ગર્દભભિલ્લનું રાજ્ય હતું એમ કિવદંતીઓથી અવબોધાય છે તેમ ગર્દભ ભિલ્લના રાજાના સિક્કા ગઢીયાં ત્યાં ઘણું નીકળવાથી પુષ્ટિ મળે છે. વિજાપુરની પૂર્વે સાબરમતી નદી તટપર ઘસાતા, પહાડા, વજાપુર, હીરપુર, વગેરે ગામે આવેલાં છે તે ગામો પણ પાંચસે છ વર્ષ પૂર્વે મોજુદ હતાં એમ આજુબાજુની હકીકતથી માલુમ પડે છે. વિજાપુરની ઇશાન કોણે કસુંબા કેટડી ગામ આવેલું હતું. તે ગામ પૂર્વે કૌશાંબી તરીકે પ્રસિદ્ધ હતું પશ્ચાત તેને નાશ થવાથી કશુંબા કાટડીના નામે હાલ પ્રસિદ્ધ છે. કશુંબા કોટડી, પહાડા, ઘાંટુ, આગલોડ, દોડ, મહુડી, ખડાયત, અડીયા, વગેરે ગામોમાં પૂર્વે મિલ્લ ઠાકોરોની ઘણું વસ્તિ હતી. વિજાપુરની ઉત્પત્તિ સંબંધી ફાર્બસ રાસમાળામાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે,
For Private And Personal Use Only