________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) પપ્રભુનું જૈન દેરાસર તથા એક ઉપાશ્રય તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર બંધાવ્યું છે.
દેરાસર, ઉપાશ્રય તથા શ્રી ઘંટાકર્ણ મહાવીરના પ્રશસ્તિ લેખને અત્ર દાખલ કરવામાં આવ્યા છે. વિ. સં. ૧૯૧૪ ની સાલમાં મહુડી પાસેના અનાડિયાના સાતવાસના ઠાકરેએ અ ગ્રેજ સરકારને હથિયાર નહીં આપવા સંબંધે લડાઈ કરી હતી. અંગ્રેજ સરકારે વાઘપુરના કાંઠે આવી તે પથી અનેડિયાના સાતવાસ બાળી મૂક્યા હતા, પણ ઠાકરેએ કેતરમાં ઉતરીને પિતાને બચાવ કર્યો હતો, પણ હથિયારે આપ્યાં હતાં. ખડાયત મહુડીમાં કેટારકનું વણવદેવનું મંદિર છે, અને ત્યાં વિષ્ણુની મૂર્તિ છે. ત્યાં કારતક સુદિ ૧૧ થી પૂનમ સુધી મેળો ભરાય છે. જૂનું કેટા રકનું મંદિર છે તે સાબરમતીના ઠેઠ કાંઠા પર પડી જાય તેવી હાલ તમાં આવેલું છે. તેનાથી પશ્ચિમ દિશાએ સાંકળેશ્વર મહાદેવનું દેવળ છે. હવે કટારકનું મંદિર, કાંઠાના તુટવાથી જોખમમાં આવે એવું લાગવાથી ખડાયતા વણિકે એ શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંદિરની પાછળ ત્રણ ચાર ખેતર પર ટેકરા પર વિ. સં. ૧૯૭૭ થી નવુ કટારકનું મંદિર બાંધવા માંડ્યું છે, તે હવે તૈયાર થઈ ગયું છે. ખડાયતા અને મહુડીની હવા સારી છે. આંબાઓ અને મહુડાનાં ઘણું વૃક્ષ છે. તે ઋષિ ભૂમિ કહેવાય છે. જૂના કેટરકના મંદિર પાસે નદીના કાંઠા પર બેસીને નદી, ઝાડી અને કેતરોનું નિરીક્ષણ કરનારને આનંદ મળે છે. આવી જગ્યાએ ગુરૂકુલેની આવશ્યક્તા સિદ્ધ કરે છે. મહુડી અને અનેડિયા વગેરેના ઠાકરડાઓ ખેતીને ધંધો કરે છે. મહુડીના ઠાકરડાઓની રખવાળ તરીકે પ્રતિષ્ઠા સારી છે. મહુડીના મહાજનનું જે સારૂં છે, અને તેથી મહુડીની તથા ખડાયતાની જમીનમાં શિકાર થતો નથી. કટારકમાં બળદેવ મુખિયાજી પૂજારી સારા હતા તે મૃત્યુ પામ્યા છે. સાબરકાંઠામાં ખડાયત મહુડીને કાંઠે ખાસ રમણીયદર્શનીય ને આનંદદાયક છે. જૂના સંઘપુરમાં શ્રીચંદ્રપ્રભુનું દેરાસર હાલ જીર્ણ દશામાં કાયમ છે.
For Private And Personal Use Only